રાજુલા નાગરિક બેંકની ચૂંટણી જાહેર, સહકારી ક્ષેત્રમાં ગરમાવો
રાજુલાની વેપારી તેમજ તમામ જ્ઞાતિને ડિરેક્ટરમાં આવરી લેવા માંગ
રાજુલા નાગરિક બેંકની ચૂંટણી જાહેર થતાં અત્યારથી સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવી ગયેલ છે આ માટે નાગરિક બેંક દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર કરવામાં આવી છે આ ચૂંટણી આગામી 28 ડિસેમ્બરના રોજ યોજાશે જેમાં ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 8 ડિસેમ્બર થી 9 ડિસેમ્બર સુધી સવારે 10:30 થી બપોરના 3:30 વાગ્યા સુધી ફોર્મ મેળવીને રજૂ કરી શકાશે તેમજ ફોર્મ પરત ખેંચવાની તારીખ 17 ડિસેમ્બર રાખવામાં આવી છે.
રાજુલા નાગરિક સહકારી બેંકમાં આ વખતે કુલ 15 જગ્યા માટે ચૂંટણી થનાર છે જેમાં જનરલ બેઠક 11 મહિલા બેઠક 2 નાના અને સીમંત ખેડૂત બેઠક એક એસસી એસટી ની બેઠક એક એમ મળી કુલ 15 બેઠકો માટે ચૂંટણી ની પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે
રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેરાત થઈ છે ત્યારે રાજુલાના શહેરીજનોની આ બેંકમાં સુંદર રીતે વહીવટ કરી શકે તે માટે રાજુલા માંથી અગ્રણી વેપારીઓને ડિરેક્ટર પદે રાખવામાં આવે અને તેઓ ચૂંટાઈને આવે તેમજ રાજુલા શહેરમાં વસવાટ કરતી સાત જેટલી નાની મોટી જ્ઞાતિઓ જેમકે બ્રાહ્મણ સમાજ વણિક સમાજ ક્ષત્રિય સમાજ પંચોલી આહિર સમાજ પ્રજાપતિ સમાજ સોની સમાજ પટેલ સમાજ કોળી સમાજ દલિત સમાજ તેમજ રઘુવંશી સમાજ આ તમામ સમાજના મોટાભાગનો વહીવટ અને વસવાટ શહેરીજનોમાં છે અને મોટાભાગના સભાસદો પણ આ જ્ઞાતિના આવેલા છે ત્યારે તમામ જ્ઞાતિઓને સાથે રાખી અને નાગરિક બેંકનું આખું બોર્ડ બને તેવી રાજુલા શહેર મા શહેરીજનોમાં માંગણી ઉઠવા પામી છે.