For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટનું સાયન્સમાં 92.56 ટકા, સા.પ્ર.નું 93.66 ટકા પરિણામ

03:57 PM May 05, 2025 IST | Bhumika
રાજકોટનું સાયન્સમાં 92 56 ટકા  સા પ્ર નું 93 66 ટકા પરિણામ

વિજ્ઞાન પ્રવાહમાં 86 અને સા.પ્ર.માં 841 વિદ્યાર્થીઓને અ1 ગ્રેડ: સાયન્સમાં ગોંડલ 96.60, સા.પ્ર.માં વ્રાંગધા 100 ટકા સાથે પ્રથમ: વિ.પ્ર.માં 7337 અને સા.પ્ર.માં 21966 છાત્રો પાસ

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2025 મા લેવાયેલ ધો-12 ની બોર્ડની પરીક્ષાનુ પરીણામ જાહેર કરવામા આવ્યુ છે જેમાં રાજકોટ જીલ્લામા ધો-12 વિજ્ઞાન પ્રવાહનુ 92.56 ટકા પરિણામ જાહેર થયુ છે અને સામાન્ય પ્રવાહનુ 93.66 ટકા પરીણામ આવ્યુ છે. સાયન્સમા ગોંડલનુ રાજયભરમા સૌથી ઉંચુ 96.60 ટકા અને સામાન્ય પ્રવાહમાં વાંગધ્રા કેન્દ્રનુ 100 ટકા રિઝલ્ટ જાહેર થયુ છે.

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા પરીણામમા રાજકોટ જીલ્લામા સાયન્સનુ 92.56 ટકા પરીણામ આવ્યુ છે જેમા ધોરાજીનુ 96.03 ટકા, ગોંડલનુ 96.60 ટકા, જેતપુરનુ 87.75 ટકા, જસદણનુ 84.97 ટકા, રાજકોટ ઇસ્ટનુ 87.06 ટકા અને રાજકોટ વેસ્ટનુ 92.46 ટકા પરિણામ આવ્યુ છે. રાજકોટ જિલ્લામા 7346 વિધાર્થીઓ નોંધાયા હતા જેમા 7337 છાત્રોએ પરીક્ષા આપી હતી. તેમાંથી 86 છાત્રોએ અ1 ગ્રેડ મેળવ્યો હતો. જયારે 969 એ A2, 1751 એ B-1, 1680 અને B-2, 1320 એ C-1, 823 એ C-2, 162 એ D, 2 અને E1 અને 553 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતૌ.

Advertisement

સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરીણામ જાહેર થયુ છે. રાજકોટ જિલ્લામાં 22026 વિધાર્થીઓની નોંધણી થઇ હતી જેમાં 21966 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ધોરાજી કેન્દ્રનું 96.20 ટકા, ગોંડલનું 94.09 ટકા, જેતપુરનુ 92.74 ટકા, જસદણનું 94.33 ટકા, જામકંડોરણાનું 95.63 ટકા, ત્રંબાનુ 90.96 ટકા, ઉપલેટાનું 91.65 ટકા, પડધરીનું 87.61 ટકા, વિંછીયાનું 96.58 ટકા, ભાયાવદરનું 86.90 ટકા, રૂપાવટીનું 99.51 ટકા, વાંગધ્રાનું 100 ટકા, આટકોટનુ 97.45 ટકા પરીણામ જાહેર થયુ છે.
ઉપરાંત રાજકોટ શહેરના પાંચ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રાજકોટ ઇસ્ટમાં 93.84 ટકા, રાજકોટ વેસ્ટનું 93.89 ટકા, રાજકોટ સાઉથનુ 94.99 ટકા, રાજકોટ નોર્થનુ 94.65 ટકા અને સેન્ટ્રલનુ 90.42 ટકા પરીણામ આવ્યુ હતુ.

સામાન્ય પ્રવાહમાં 841 છાત્રોને એ-1 ગ્રેડ, 3644 ને એ-2, 5100 ને બી-1, 5107ને બી-2, 4040 ને સી-1, 1715 ને સી-2, 126 ને ડી, એકને ઇ-1 ગ્રેડ મળ્યો છે ઉપરાંત 1452 વિધાર્થીઓ નાપાસ થયા છે. ધો. 12 નુ પરીણામ જાહેર થતા પાસ થયેલા વિધાર્થીઓ શાળાઓ ખાતે પહોંચી ગયા હતા અને ઉચ્ચા ગુણ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનુ શાળા દ્વારા ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત શાળાઓનુ ઉંચુ પરિણામ આપતા આ ક્ષણને મહોત્સવની જેમ ઉજવણી કરી હતી છાત્રોએ શાળાના પટાંગણમાં જ ઢોલ-શરણાઇના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. શાળા દ્વારા દરેક વિધાર્થીનાં મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા.

સિંગલ મધરની દીકરી ધાર્મિ સામાન્ય પ્રવાહમાં બોર્ડ ટોપર
આજ રોજ જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સિંગલ મધરની દીકરી ધાર્મિ કથિરિયાએ 99.99 પીઆર સાથે બોર્ડ ટોપરમાં સ્થાન મેળવ્યું છે. ધાર્મિના પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હતું.

રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરનારા તેમજ બોર્ડ પ્રથમ આવનાર કથીરીયા ધાર્મિએ જણાવ્યુ હતું કે, મારે બોર્ડના રિઝલ્ટમાં સામાન્ય પ્રવાહમાં 99.99 પીઆર આવ્યા છે. તેમજ મારે ત્રણ જેટલા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. જેમાં „ SPCC, Account અને OC જેવા વિષયનો સમાવેશ થાય છે. ધાર્મિ દરરોજ 10 થી 12 કલાક વાંચન કરતી હતી.

ડ્રાઈવીંગ કરતા પિતાની પુત્રી રાજ્યમાં પ્રથમ
ગોંડલની ધ્રુવી દેલવાડિયાએ મેળવ્યા 99.99 PR
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના પરિણામમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થિની ધ્રુવી દેલવાડીયાએ 99.99 ઙછ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ધ્રુવીના પિતા ડ્રાઈવિંગનું કામ કરે છે અને તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ધ્રુવીએ આ સફળતા માટે રોજ 9-10 કલાક અભ્યાસ કર્યો હતો. તેણે ધોરણ 10માં પણ 99.98 PRમેળવ્યા હતા. ધ્રુવી તેની સફળતાનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. સ્કૂલના શિક્ષકો તરફથી તેને સતત માર્ગદર્શન અને વ્યક્તિગત ધ્યાન મળ્યું હતું.

રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાનો પુત્ર બોર્ડમાં ઝળકયો

થડા પર પિતાને મદદ કરતા કરતા બાજીમારી
આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાનો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.66% જાહેર થયું છે. આમ ગત વર્ષની સરખામણીએ રાજકોટ શહેર તેમજ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 1.14% જેટલું વધુ આવ્યું છે. ત્યારે રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાના દીકરાએ બોર્ડમાં ટોપ કર્યું છે. ભણવાની સાથે આ દીકરો પોતાના પિતાની ચાની લારી પર પણ મદદ માટે જતો હતો. રાજકોટ શહેરના મોદી સ્કૂલમાં અભ્યાસ કરનારા તેમજ ચાની લારી ચલાવનારા પિતાનો પુત્ર બોર્ડ પ્રથમ આવ્યો છે.

નાપાસ થનાર છાત્રોએ ગભરાવાનું નથી બીજી વખત અવસર મળશે

ધો.12ના પરિણામો જાહેર થયા છે. વિદ્યાર્થીઓ સારા ગુણ મેયવી પાસ થયા છે તેમને ઉજવળ ભવિષ્ય માટે ખુબ ખુબ અભિનંદન. પરિક્ષામાં ઘણા છાત્રો નાપાસ થયા છે. તેને ડરવાની જરૂર નથી. આગામી દિવસોમાં ફરીને તેમને અવસર મળશે. આ અંતિમ પરીક્ષા નથી. મહેનત કરો અને આગળ વધો સારૂ ભવિષ્ય તમારી રાહ જુએ છે.
- પ્રફુલ પાનસેરિયા, શિક્ષણમંત્રી

સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ અને સાયન્સમાં વિદ્યાર્થીઓએ બાજીમારી

ધો.12ના પરિણામ જાહેર થયા છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં છાત્રાઓનું 95.33 ટકા અને વિદ્યાર્થીઓનું 90.72 ટકા પરિણામ આવતા 5 ટકા ઉંચું વિદ્યાર્થીનીનું પરિણામ આવ્યું છે જે ગત વર્ષ પણ સરખુ રહ્યું છે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ આગળ રહ્યા છે. વિદ્યાર્થીઓનું 93.79 ટકા અને વિદ્યાર્થીનીઓનું 82.20 ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ 1,74,994 અને વિદ્યાર્થીની 1,86,148ની નોંધણી થઇ હતી. જેમાં ક્રમશ 1,58,039 અને 1,76,968 અને છાત્રોએ 47757ની નોંધણી થઇ હતી. 44313 અને 39674 પાસ થયા હતા.

સાયન્સની 194 અને સામાન્ય પ્રવાહની 2005નું 100 ટકા રિઝલ્ટ

ગુજરાત બોર્ડમાં દર વર્ષે 100 ટકા પરિણામ આપનાર શાળાનું પરિણામ સતત વધી રહ્યું છે. જેમાં આ વર્ષે સાયન્સની 194 અને સામાન્ય પ્રવાહની 2005 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જયારે 21 શાળાનું સામાન્ય પ્રવાહમાં 10 ટકા અને સાયન્સમાં 34 શાળાનું પરિણામ 10 ટકા જાહેર થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement