જીએસટી સ્લેબમાં ઘટાડાને વધાવતું રાજકોટનું ઔદ્યોગિક જગત
28% માંથી 18% અને કૃષિ ઉપર માત્ર 5% જીએસટી લગાવીને સરકારે અમને દિવાળીની ભેટ આપી છે: REA
જીએસટીના બદલાવને સરકારનો ઐતિહાસિક નિર્ણય ગણાવતું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ
ગઈકાલે જીએસટી કાઉન્સિલ ની મીટીંગ માં ભારતમાં સૌથી મોટો આર્થિક બદલાવ ની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને રાત્રે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જીએસટીમાં હવે માત્ર બે જ સ્લેબ રાખવાની જાહેરાત કરી હતી. ભારતમાં હવે 5 ટકા અને 18% નો જીએસટી સ્લેબ થઈ જતા અનેક ઉદ્યોગોને પણ રાહત મળી છે.
જીએસટીના બદલાવને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ચેમ્બર કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સ, સહિતના ઔદ્યોગિક એકમો એ પણ વધાવ્યું છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણી એ જણાવ્યું હતું કે જીએસટી નો બદલાવ એ સૌથી મોટા રાહત ના સમાચાર છે.
ડાયરેક્ટર સમીર વૈષ્ણવે જણાવ્યું હતું કે જે રીતે સરકારે નાના લોકોથી માંડી ઉદ્યોગપતિઓનો જીએસટીના સ્લેબમાં ધ્યાન રાખ્યું છે તે પ્રશંસનીય છે અને આવનારા દિવસોમાં અમને પણ મોટી રાહત થશે તેવી આશા અમે રાખી રહ્યા છીએ.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે પણ આ બદલાવને ઐતિહાસિક ગણાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીથી લઈ મોટી ઇન્ડસ્ટ્રી ને પણ આ બદલાવથી રાહત થશે અને તમામ લોકોને સરકારે દિવાળીની ભેટ આપી હોય તેવું માનું છું. સરકાર દ્વારા આ બદલાવનો અમલ 22 સપ્ટેમ્બરથી થશે ત્યારે રાજકોટની ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે તે આવનારા સમયમાં જણાય આવશે.
સબમર્સીબલ પંપને પણ પાંચ ટકા GSTમાં લાવવા માટે આજે મીટિંગ
આમ તો રાજકોટના વિવિધ એસોસિએશનને જીએસટીમાં બદલાવ કરવામાં આવ્યો છે તેના વધામણા કર્યા છે પરંતુ રાજકોટ સબમર્સીબલ પંપનું પણ હબ રહ્યું છે ત્યારે એકમાત્ર સબમર્સીબલ પંપને હજુ પણ 18 ટકામાં રાખવામાં આવ્યો છે. મોટાભાગની કૃષિ પ્રોડક્ટ કૃષિ ઓજારો ને પાંચ ટકામાં સમાવી લેવામાં આવ્યા છે ત્યારે સબ મર્સીબલ પંપને પણ પાંચ ટકામાં રાખવો જોઈએ. રાજકોટ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પંચાણીએ જણાવ્યું હતું કે આ મુદ્દે અમે સરકારનું ધ્યાન દોરીશું. તેમજ આજે બપોરે 4:30 વાગે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે સબમર્સીબલ પંપ ના ઉત્પાદકો, ઉદ્યોગપતિઓ ની એક બેઠક પણ રાખવામાં આવી છે. આ મુદ્દે ચર્ચા વિચારણા કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ નરેન્દ્ર પાંચાણી એ જણાવ્યું હતું.
ઘર વપરાશની ચીજો ઉપર 5% GST આવકારદાયક: મીરા ભાલારા, ગૃહિણી
રાજકોટની ગૃહિણી મીરા ભાલારાએ જણાવ્યું હતું કે સરકારે જીવન જરૂૂરિયાતની ચીજ ઉપર જીએસટી માં ઘટાડો કર્યો છે તેને આવકારું છું. સાબુ શેમ્પૂ ટૂથપેસ્ટ, વોશિંગ મશીન ટીવી ફ્રીજ વગેરેમાં પણ ઘટાડો કરવાથી તમામ ઘરમાં ફાયદો થશે. ઉપરાંત અમારો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે. હું ખુદ ખેતરમાં ટ્રેક્ટર ચલાવું છું. તેમાં પણ સરકારે જીએસટી હવે માત્ર પાંચ ટકા કર્યો છે તે પણ બહુ સારી બાબત છે. ટ્રેક્ટરની સાથે સાથે કૃષિ ઉપજો અને કૃષિ સંલગ્ન અન્ય આઇટમો ઉપર પણ જીએસટી માત્ર પાંચ ટકા કર્યો તેને પણ હું આવકારું છું. જે રીતની વર્તમાન પરિસ્થિતિ છે અને તેની વચ્ચે આટલા બોલ્ડ નિર્ણય લેવા માટે હું નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારામનને પણ અભિનંદન આપું છું.
અર્ટિગા જેવી કાર પણ લકઝરી સેગમેન્ટમાં ગણી લેવાતા કચવાટ
આમ તો જીએસટીનો બદલાવો એ ઓટો ફેક્ટરને પણ ફળદાય સાબિત થયો છે પરંતુ તેમ છતાં 1500 સીસી ઉપરની ગાડીઓને લક્ઝરી સેગમેન્ટમાં ગણી લઈને એના ઉપર મોટો જીએસટી સરકારે લગાડ્યો છે તે વ્યાજબી નથી. આજે કોઈપણ ત્રણ કે ચાર લોકોનો પરિવાર ગાડીમાં જતું હોય અને યિશિંલફ જેવી ઇકોનોમી કારને પણ તમે લક્ઝરી સેગમેન્ટમાં ગણી લ્યો તે વ્યાજબી નથી. આના ઉપર સરકારે ફરી ચર્ચા વિચારણા કરવી જોઈએ અને બદલાવ લાવવો જોઈએ. અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં સરકાર આના ઉપર વિચાર કરે અને બદલાવ લાવે. અમે નરેન્દ્ર પાંચાણી, પ્રમુખ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા જણાવાયું હતું.
ઇન્કટેક્સ બાદ GSTથી મોટી રાહત અનુભવાશે: નરેન્દ્ર પાંચાણી
નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકારે સૌથી બે મોટા આર્થિક રિફોર્મેશન કર્યા છે. ઇન્કમટેક્સમાં પણ ભારે છૂટ આપ્યા બાદ હવે જીએસટીમાં બે સ્લેબ કરીને બહુ મોટી રાહત આપી છે. જ્યાં સુધી રાજકોટની ઇન્ડસ્ટ્રીનો સવાલ છે ત્યાં સુધી 28% નો સ્લેબ હવે 18 ટકા અને કૃષિની તમામ પ્રોડક્ટને 5 ટકામાં લઈ લેવામાં આવતા મોટી રાહત થઈ છે. જોકે તેમણે જણાવ્યું હતું કે સબ મર્સીબલ પંપ ને હજુ 18 ટકા માં રાખવામાં આવ્યો છે. આ પણ એક કૃષિ પ્રોડક્ટ જ છે અને ખેડૂતો માટે જ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. ત્યારે સબ મર્સીબલ પંપને પણ પાંચ ટકામાં સામેલ કરવા અમે રજૂઆત કરીશું.
સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગોમાં નવા પ્રાણ પુરાશે: પિયુષ પરસાણા
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ડાયરેક્ટર અને ઉદ્યોગપતિ પિયુષ પરસાણાને જણાવ્યું હતું કે જે રીતે જીએસટી નો સ્લેબ બદલાવવામાં આવ્યો છે તેનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ ને મોટું બુસ્ટ મળશે. તેમણે જણાવ્યું હતું કે કાચો માલ અને તૈયાર માલમાં 28 અને 18% નો જે ડિફરન્સ ઉધોગપતિઓને સતાવતો હતો તે હલ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર લઘુ ઉદ્યોગ નું હબ માનવામાં આવે છે ત્યારે આ સ્લેબ આ ઉદ્યોગને પણ નવા પ્રાણ ફૂકશે.