For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેશે

03:49 PM Jun 06, 2025 IST | Bhumika
રાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેશે

રાજકોટ અને ગુજરાતનું ગૌરવ એવા પેરા એથ્લેટીક્સ અને કેનો કાયાકિંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે યોજાનાર પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ-2025 માં ભાગ લેવા જઈ રહ્યા છે.

Advertisement

પેરા કેનો કાયકિંગમાં ભાગ લેનાર એક માત્ર ગુજરાતી પેરા ખેલાડી એવા સોનલ વસોયાએ આ પૂર્વે જાપાન ખાતે યોજાયેલી પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ વર્ષે ભોપાલ ખાતે ભારતના 20 ખેલાડીઓના સીલેકશનમાં પણ ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી સોનલ વસોયાનું સિલેક્શન થયેલું છે.

આગામી તા. 12 થી 15 જૂન દરમ્યાન યોજાનાર કેનો ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તેઓ ભોપાલથી દિલ્હી અને ત્યાર બાદ પટાયા ખાતે પહોંચી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ચેમ્પીયનશીપ પહેલાં સમુદ્રમાં તેઓ પેરા કેનોઇંગની પ્રેક્ટિસ કરશે. સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી ભારત દેશને મેડલ અપાવી ગુજરાતનું ગૌરવ વધારવાનો શ્રી સોનલબેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Advertisement

તાજેતરમાં તેઓએ ભોપાલ ખાતે આયોજિત 18મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપ કેનો બોટમાં 200 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને કાયાકિંગ બોટમાં 200 મીટરની રેસમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement