For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની કૂલિંગ સિસ્ટમને ગિનિસ રેકોર્ડમાં સ્થાન

04:52 PM May 01, 2025 IST | Bhumika
રાજકોટની કૂલિંગ સિસ્ટમને ગિનિસ રેકોર્ડમાં સ્થાન

Advertisement

રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક ઉદ્યોગપતિએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. રાજ કૂલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું 15 ફૂટ ઊંચાઈ ધરાવતું એર કૂલરની સિદ્ધિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. એટલું જ નહિ પરંતુ રાજ કૂલિંગ સિસ્ટમ લિમિટેડ અમદાવાદ જિલ્લાની એકમાત્ર કંપની છે કે જેને ઇઈંજ રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. કંપની પાસે 80થી વધુ ડિઝાઇનની પેટન્ટ છે તો 100થી વધુ ટ્રેડ માર્ક પણ છે.

રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે તેની ઉચ્ચ ગુણવત્તા અને નવા નવાચાર માટે જાણીતી છે, તેણે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ વિશ્વના સૌથી મોટા એર કૂલરનું સફળ નિર્માણ કરી, નવા નવાચાર સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ પ્રાપ્તિ માત્ર રાજ કૂલિંગ સિસ્ટમ્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

Advertisement

આ તકે કલ્પેશ રામોલિયાએ જણાવ્યું કે, "આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવાચાર અને ટેક્નોલોજી દ્વારા આપણા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. અમારી ટીમની અવિરત મહેનત અને સમર્પણ આ મહાન સિદ્ધિ પાછળ છે. આ એર કૂલર મોટી ઇન્ડસ્ટ્રી કે મોટા કાર્યક્રમોમાં જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય ત્યાં ઉપયોગમાં લઈ શકાશે." રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ બે દાયકાથી કૂલિંગ ઉદ્યોગમાં કાર્યરત છે અને તે ભારતની સૌથી મોટી એર કૂલર ઉત્પાદક કંપની છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement