રાજકોટની બેટિંગ વિકેટનો મતલબ એવો નથી કે રનનો વરસાદ થશે: કુલદીપ યાદવ
15 ફેબ્રુઆરી થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂૂ થનાર ત્રીજા ટેસ્ટ મેચ પૂર્વે આજે ભારતના સ્પીન બોલર કુલદીપ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા કુલદીપ યાદવ એ જણાવ્યું હતું કે રાજકોટની વિકેટ બેટિંગ વિકેટ જરૂૂર લાગે છે પણ એનો મતલબ એવો નથી કે અહીં 700 800 રન થશે. સ્પીનરો માટે પણ ઘણી વખત આવી વિકેટ ઉપર સારી બોલિંગ કરવાનો મોકો મળતો હોય છે. અને વિકેટ ઝડપવાનો મોકો પણ મળતો હોય છે. મને આશા છે કે હું અને ટીમના અન્ય બોલેરો આ વિકેટ ઉપર સારો દેખાવ કરશે.
કુલદીપ યાદવ એ જણાવ્યું હતું કે હું અહીંયા પત્રકાર પરિષદ લઉં છું એનો મતલબ એવો નથી કે હું ટીમમાં છું તે મેનેજમેન્ટ ફાઈનલ ડિસિઝન લેતું હોય છે હજુ બે દિવસ બાકી છે ત્યારે ટીમ શું હશે તે કેવું અત્યારે મુશ્કેલ છે. જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી હું ટીમમાં હોવું કે ન હો તેના વિશે હું બહુ વિચારતો નથી. હું માત્ર મારા ક્રિકેટનો દિવસ એન્જોય કરું છું અને બેસ્ટ આપવાની કોશિશ કરું છું. યાદવે જણાવ્યું હતું કે છેલ્લે આ મેચમાં રાજકોટ ખાતે મેં પાંચ વિકેટ ઝડપી હતી તે મને હજુ યાદ છે. મેચમાં ભારત એક દાવથી જીત્યું હતું. આશા છે કે કંઈક આવું જ દેખાવ હું આ વખતે પણ અહીં કરું.
કુલદીપ યાદવ એ જણાવ્યું હતું કે સ્વાભાવિક રીતે જ કે એલ રાહુલ આ મેચમાં સામેલ નથી તેમની જગ્યાએ કોઈ નવોદિતને તક મળશે તો તેના માટે એ એક મોટી તક સમાન બની રહેશે. નવા ક્રિકેટરોને પણ તક મળતી હોય છે અને એ તક તેઓ વધુ આગળ લઈ જતા હોય છે. તેમને જણાવ્યું હતું કે ટીમમાં જાડેજા પણ સામેલ છે અને તે ફીટ જણાય છે પણ ડિસિઝન મેચ મેનેજમેન્ટ લેતું હોય છે.ઇંગ્લેન્ડની ટીમ પણ સારો દેખાવ કર્યો છે અને બંને મેચમાં સારો પ્રદર્શન પણ કર્યું છે પણ અમે આશા છે કે રાજકોટ ખાતે ભારતીય ટીમ બેસ્ટ દેખાવ કરી આગળ રહેશે.