For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની હવા સુધરી, પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો

05:29 PM Sep 10, 2025 IST | Bhumika
રાજકોટની હવા સુધરી  પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો

10 લાખની વસ્તી ધરાવતા 48 શહેરોમાંથી 15માં ક્રમે, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ચાર સ્થાનનો જમ્પ

Advertisement

National Clean Air Programme (NCAP) અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ કલાઈમેટ ચેન્જ મંત્રાલય, દિલ્હી દ્વારા કરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025માં, સમગ્ર ભારતમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 48 શહેરોમાં રાજકોટએ 15મો ક્રમ મેળવ્યો. વર્ષ-2024માં રાજકોટ 19માં ક્રમે હતું, જ્યારે વર્ષ-2025માં રાજકોટ શહેરએ 15મો ક્રમ પ્રાપ્ત થયેલ છે, તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુએ યાદીમાં જણાવ્યું હતું.

છેલ્લા ચાર વર્ષોમાં રાજકોટની PM 10 સ્તરમાં 40%નો નોંધપાત્ર ઘટાડો થયેલ છે, જે 150 Ng/mLથી ઘટીને 89 Ng/mL થયું છે. (ઙખ 10નો અર્થ છે નાના ધૂળના રજકણો જે ફેફસાંની અંદર ઊંડે સુધી પહોંચી શકે છે.)
આ સફર ઘણા મહત્વપૂર્ણ નવીનતા અને નાગરિક-કેન્દ્રિત હસ્તક્ષેપોથી નિર્ધારિત રહી છે. રાજકોટમાં તેના મોનિટરિંગ નેટવર્કને મજબૂત બનાવ્યું છે. 11 સપ્ટેમ્બર 2025ના રોજ મવડીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે Continuous Ambient Air Quality Monitoring Station (CAAQMS)નું ઉદ્ઘાટન કરવામાં આવશે, તદઉપરાંત રાજકોટમાં 5 મેન્યુઅલ મશીનો હવાની ગુણવત્તા મોનિટર કરે છે. આ મશીન નેટવર્ક હવાની ગુણવતા માટે વૈજ્ઞાનિક માહિતી પૂરું પાડે છે.

Advertisement

નાકરાવાડી ડમ્પસાઈટ ખાતે 35 એકર જમીનમાં મિયાવાકી જંગલ વિકસાવ્યું છે. ઉપરોક્ત આ જગ્યામાં કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી વૃક્ષોના વાવેતર માટે યોગ્ય બનાવીને તેનો પુન:ઉપયોગ કર્યો. રાજકોટની નાકરાવાડી ડમ્પસાઈટ તથા જાહેર સ્થળોએ 6.95 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે હરિયાળી અને સ્થિતિ સ્થાપકતા વધારવામાં મદદ કરે છે.

જાહેર પરિવહનમાં સૌથી મોટો બદલાવ આવ્યો છે, ઈલેક્ટ્રિક અને CNG બસોની શરૂૂઆત સાથે. દર મહિને 15 લાખથી વધુ નાગરિકોઆ સ્વચ્છ પરિવહનનો ઉપયોગ કરે છે. હાલ શહેર પાસે 125 ઈ-બસો અને 100 CNG બસો, સાથે 3 સ્ટેશનો ખાતે 110 ચાર્જીંગ પોઈન્ટ ઉપલબ્ધ છે.

રાજકોટનુ સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુધારેલું સ્થાન માત્ર આંકડો નથી તે છે શહેરની એવી કહાની, જેણે નવીનતા, જવાબદારી અને નાગરિક સહભાગિતાને અપનાવીને સ્વચ્છ હવા સર્જી છે. ઘનિષ્ઠ વૃક્ષારોપણ, દરેક સ્વચ્છ બસ, દરેક પેવર રોડ અને દરેક નાગરિકોના પ્રયત્ન રાજકોટને વિશ્વાસપૂર્વક આગળ ધપાવી રહ્યો છે, એક સ્વસ્થ અને સ્થિતિ સ્થાપક ભવિષ્ય તરફ.

Advertisement
Tags :
Advertisement
Advertisement