ડીજીપી પ્રિઝન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ઝોન ચેમ્પિયન
રાજ્યની જેલો ખાતે ફરજો બજાવતાં જેલ વિભાગના અધિકારી/ કર્મચારીઓ વચ્ચે સદભાવના કેળવાય અને રમત-ગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી પોલીસ મહાનિદેશકથી જેલ અને સુધારાત્મક વહીવટ અને સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વે) ડો.કે.એલ.એન.રાવના માર્ગદશન હેઠળ રાજ્યની જેલોની ઝોન વાઇઝ ટીમો વચ્ચે પ્રિન્સિપાલ, ગીપકા, અમદાવાદના નેતૃત્વમાં છઠ્ઠી ડીજીપી પ્રિઝન ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું આયોજન કરવામાં આવેલ હતુ.
જે ટુર્નામેન્ટમાં પોલીસ મહાનિદેશકની કચેરી, ગિપકા ઝોન, અમદાવાદ ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોન તથા રાજકોટ ઝોનની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું.જે તમામ ઝોનની ટીમોએ ઉત્સાહ ભેર ભાગ લિધેલ હતો. રાજકોટ ઝોનની ટીમનુ નેતૃત્વ જામનગર જિલ્લા જેલના અધિક્ષક એન.એસ. લોહારનાઓને સોપવામાં આવેલ હતું. રાજકોટ ઝોનની ટીમના અથાગ પ્રયાસોથી તમામ મેચોમાં અપરાજીત રહી ફાઈનલમાં ગિપકા, અમદાવાદ ઝોનને પરાજીત કરી ચેમ્પિયન થઈ હતી.
ચેમ્પિયન રાજકોટ ઝોનની ટીમનુ પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન.રાવના વરદ હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવેલ હતુ. રાજકોટ ઝોનની ટીમમા કેપ્ટન તરીકે જામનગર જીલ્લા જેલના અધિક્ષક એન. એસ. લોહાર હતા અને ખેલાડીઓમા જયદીપસિંહ જાડેજા, ગોપાલજી ઠાકોર, પીન્કેશનભાઇ પટેલ, તિર્થરાજસિંહ ઝાલા, કાનજીભાઇ સાબડ, કનકસિંહ નકુમ, અનિરુધ્ધસિંહ રાણા, મૌલીકસિંહ ડોડીયા, વિપુલભાઇ બારૈયા, નિહારભાઇ મકવાણા, લાલજીભાઇ ખંભાલીયા, વિજયસિંહ ચુડાસમા અને હિતેશભાઇ ગંગવાણી હતા. ફાઇનલ મેચમા ઓલરાઉન્ડ જયદીપસિંહ જાડેજા મેન ઓફ ધ મેચ બન્યા હતા. તેઓએ પ0 બોલમા 60 રનની ઇનિંગ રમી હતી. તેમજ સમગ્ર ટુર્નામેન્ટમા મેન ઓફ ધ બેસ્ટ બોલર તરીકે અનિરુધ્ધસિંહ રાણાને એવોર્ડ આપી સન્માનીત કરવામા આવ્યા હતા.
ત્યારબાદ આ ટીમનુ રાજકોટ ખાતે આગમન થતા જેલ અધિક્ષક વાગીશા જોશી(આઇપીએસ) દ્વારા તમામ ખેલાડીઓને તેમની ઉમદા પ્રદર્શનની પ્રશંસા કરી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતુ. તેમજ તેઓ ભવિષ્યમાં રમત-ગમત ક્ષેત્રે પોતાનુ ઉમદા પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવી હતી.