For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના યુવકનું આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોત: પિતરાઈને ઈજા

04:35 PM Jun 09, 2025 IST | Bhumika
રાજકોટના યુવકનું આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોત  પિતરાઈને ઈજા
oplus_2097152

મામાની માનતા ઉતારવા ગયેલા યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા ઘટી ઘટના

Advertisement

રાજકોટનો યુવાન આણંદમાં રહેતા મામાએ રાખેલી માનતા ઉતારવા ગયો હતો ત્યારે દર્શન કરીને પરત ફરતા યુવકના બાઇકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા રાજકોટના યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતરાય ભાઈને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા પવન દિલીપકુમાર મંધાણી નામનો 26 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના સમયે આણંદમાં આવેલ અમુલ ચોકલેટ પ્લાન્ટ પાસે બાઈક લઇ પોતાના મામાના દીકરા દિપક મહેશલાલ બાલચંદાણીને પાછળ બેસાડી જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે આનંદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં પવન મંધાણી તેના માતા પિતાનો આધાર સ્થંભ અને બહેનનો એકનો એક ભાઈ હતો. પવન મંધાણીને સારી નોકરી મળે તેવી તેના આણંદ રહેતા મામા મહેશકુમાર બાલ મંધાણીએ માનતા રાખી હતી જે માનતા ઉતારવા માટે પવન મંધાણી આનંદ ગયો હતો. પિતરાઈ ભાઈને બાઈક પાછળ બેસાડી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આનંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement