રાજકોટ-વડિયાની એસ.ટી. બસ વારંવાર રદ્ થતાં મુસાફરોને દિવાળી સમયે રઝળવાનો વારો આવ્યો
અંતરિયાળ ગામમાં બસ સિવાય ખાનગી વાહનોના વિકલ્પ ના હોવાથી.. એક માત્ર સલામત સવારી નિયમિત બનશે ખરી ?
અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા એ ત્રણ જિલ્લા રાજકોટ, અમરેલી અને જૂનાગઢની સરહદે આવેલુ ગ્રામીણ તાલુકા મથક રૂપી ગામ છે. તોખેતી આધારિત વિસ્તાર હોવાથી ખેડૂતો પોતાની પેદાશો વેચવા માટે પણ ગોંડલ યાર્ડમાં જાય છે. આ ગામ છેવાડાનુ હોવાથી અહીં ખાનગી વાહનોમાં મુસાફરીનુ પ્રમાણ નહિવત જોવા મળે છે. સામાન્ય માણસો ગુજરાત સરકારની સલામત સવારી ગણાતી એસટી બસમાં જ મુસાફરી કરતા જોવા મળે છે. છેલ્લા દિવાળીના દસ દિવસથી વડિયાથી રાજકોટ, ગોંડલ જવાની બસો અનિયમિત બનતા લોકોને તહેવારના સમયે ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકો જણાવે છે કે વડિયા વિસ્તારના અનેક લોકો રોજબરોજ ખરીદી, દવાખાના, સરકારી કામો અને વ્યવસાય માટે રાજકોટ જતા હોય છે. પરંતુ પાછા આવવાની કોઈ યોગ્ય સુવિધા ન મળતાં તેઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ બાબતે આ રૂૂટ પર ધંધા રોજગાર અર્થે રાજકોટ, શાપર, ગોંડલમાં સતત આવ જા કરતા લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા દિવસોથી વડિયા રાજકોટ વચ્ચે દોડતી મહત્વની બસો જેમા રાજકોટ- મોણપરી,રાજકોટ - વડિયા- રાજકોટ અને ગોંડલ - વડિયા - રાજકોટ (વડિયા નાઈટ)જેવા રૂૂટ તહેવાર સમયે જ બંધ થયેલા હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. તો બીજી બાજુ વડિયાથી રાજકોટ જવા માટે અને રાજકોટ થી વડિયા આવવા માટે રાત્રીના કોઈ વાહનોના મળતા ફરજીયાત રાત્રી રોકાણ કરવાની ફરજ પડી રહી છે. વડિયા બસ સ્ટેન્ડમાં આવતી તમામ રૂૂટની બસો નિયમિત બંને તે સામાન્ય માણસો માટે ખુબ જ જરૂૂરી છે.
આ બાબતે સરકારના વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા જીએસઆરટી સીના પેઢી ગયેલા અધિકારીને જગાડી કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવે અને આ બાબતે સ્થાનિક લોકોના મતોથી ચૂંટાયેલા નેતાઓ લોકોને નવા રૂૂટ તો અપાવી શક્યા નથી પરંતુ આ બાબતે સરકારમાં રજુવાત કરી તમામ રૂૂટ નિયમિત કરાવે સાથે રાત્રીના સમયે રાજકોટ, જેતપુર અને અમરેલી માટે નવા રૂૂટ શરુ કરાવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.
