ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી.બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામ
ગોંડલ ડેપોની રાજકોટ થી ઉપડતી રાજકોટ -ઉના ટાઈમ બપોરે 12:30 વાયા કુકાવાવ બગસરા ધારી અને ઉના છેલ્લા છ મહિનાથી અનિયમિત ઉપડતી હોવાથી મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો છે.
ગોંડલ ડેપો મેનેજર સાથે અનેક વાર રજૂઆત કરવા છતાં આ બસ છેલ્લા છ મહિનાથી કાયમ માટે 12:30 ની બદલે 2:00 વાગ્યાની આજુબાજુ ઉપડે છે આ બસમાં ખૂબ જ રિઝર્વેશન હોય છે તેમજ ફુલ ટ્રાફિક વાળી બસ હોય છે છતાં ગોંડલ ડેપોની અન આવડતને હિસાબે આ બસ દરરોજ અલગ અલગ પ્રકારની ખખડધજ બસ મૂકે છે તેથી આ બસ રાજકોટ થી ઉપડી અને છેલ્લે ઉના સ્ટોપ આવે ત્યાં સુધી પહોંચતી પણ નથી રસ્તામાં જ બંધ પડી જાય છે.
અને મુસાફરો ખૂબ જ હેરાન થાય છે પાંચ કલાકના ગાળામાં આ રૂૂટમાં આ એક જ બસ છે જેમાં અનેક ગામડાના પેસેન્જર મુસાફરી કરે છે ગોંડલ ડેપોમાં છેલ્લા છ મહિનામાં અનેક નવી બસો આવેલ પણ આ રૂૂટમાં એક પણ નવી બસ હજુ સુધી મુકેલ નથી સારી એવી આવક ધરાવતો આ રૂૂટ ગોંડલ ડેપો નો અનમાનીતો રૂૂટ હોય તેવું લાગે છે.
તો આ રૂૂટ ની બસ તાત્કાલિક અસરથી સારી અને નવી મૂકવી અને કાયમી ધોરણે નિયમિત કરવી તેમ જ તેમાં કંડકટર તેમજ ડ્રાઇવર ફિક્સ કાયમી હાલે તેવા મુકવા તેવી મુસાફરોએ ઉગ્ર માંગ કરી છે તારીખ 1-10 ને બુધવારના રોજ બપોરે 2:00 વાગે બસ ઉપડેલ મુસાફરોએ કંટ્રોલરૂૂમમાં હો હા અને દેકારો બોલાવેલ આજે આ બસ પ્લેટફોર્મ એ લાગેલ પણ ખખડધજ બસને હિસાબે બસ ચાલુ જ થયેલ ન હતી એક તો 12:30 ની બદલે 2:00 વાગે બસ આવેલ અને તેમાં પણ ચાલુ નહીં થઈ તો ડિવિઝન કંટ્રોલર તેમજ ગોંડલ ડેપો મેનેજર આ બસનું યોગ્ય નિરાકરણ લાવે ગઈકાલે રાજકોટ થી ઉના સુધીમાં ત્રણ વખત બસ બદલવી પડી હતી ત્રણ બસ ખરાબ થઈ ગયેલ હતી ડેપો મેનેજર ને ચાર થી પાંચ વખત ફોન કર્યા તે ફોન ઉપાડતા જ નથી.