રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ટેસ્ટ, ભારત 445 રનમાં ઓલ આઉટ

06:31 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની સદીની મદદથી 445 રન બનાવ્યા હતા. ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા સરફરાઝ ખાને 62 રન જ્યારે ધ્રુવ જુરેલે 46 રનની ઇનિંગ્સ રમી હતી.

Advertisement

રોહિત શર્માએ ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 196 બોલમાં 14 ફોર અને 3 સિક્સરની મદદથી 131 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના હોમ ગ્રાઉન્ડમાં સારૂૂ પ્રદર્શન કર્યું હતું અને તેને પણ 112 રનની ઇનિંગ્સ રમી હતી. રવિન્દ્ર જાડેજાએ આ દરમિયાન 225 બોલનો સામનો કરતા 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

ભારત તરફથી ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં સરફરાઝ ખાને 62 રન બનાવ્યા હતા. સરફરાઝે 48 બોલમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે ધ્રુવ જુરેલે 46 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી જ્યારે રેહાન અહેમદે 2, જેમ્સ એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂૂટને 1-1 સફળતા મળી હતી.

રવિચંદ્રન અશ્ર્વિનનો રાજકોટમાં 500મી વિકેટનો રેકોર્ડ
રાજકોટમાં ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટના બીજા દિવસે આજે સ્પીનબોલર રવિચંદ્રન અશ્ર્વિને 500મી વિકેટ ઝડપીને 500 વિકેટ લેનાર બીજો ભારતીય ખેલાડી બનવાનો ઈતિહાસ રચ્યો હતો. આજે રવિચંદ્રન અશ્ર્વિને ઈંગ્લેન્ડના ઓપનર ઝેક ટ્રોલીની વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ બનાવવા માટે કુલ 25,715 દડા ફેક્યા હતા. અશ્ર્વિને આ કિર્તિમાન હાંસલ કરવા માટે કુલ 97 ટેસ્ટ રમ્યા હતા અને આજે 98મી ટેસ્ટમાં આ કિર્તિ હાંસીલ કરી હતી. 37 વર્ષના રવિચંદ્રન અશ્ર્વિન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપથી 500 વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો હતો. શ્રીલંકાના મહાન સ્પીનર મુથૈયા મુરલીધરને 500 વિકેટ લેવા માટે ફક્ત 87 ટેસ્ટ મેચ જ રમ્યા હતા અને તે આજે પણ એક કિર્તિમાન છે.

અશ્ર્વિન વિકેટ વચ્ચે દોડતા પેનલ્ટી, ઇંગ્લેન્ડને બેંટિગ પહેલાં મળ્યા 5 રન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. આ ઇનિંગ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિચંદ્રન અશ્વિને એક મોટી ભૂલ કરી છે. રવિચંદ્રન અશ્વિન જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે 102મી ઓવરના ચોથા બોલ પર અશ્વિને આ ભૂલ કરી હતી. આ માટે અમ્પાયરે ભારતીય ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવી છે.

Tags :
cricketcricket newsgujaratgujarat newsindiaindia newsIndia-England test matchrajkotrajkot newsSportssports news
Advertisement
Next Article
Advertisement