રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ટેસ્ટ, પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ 319 રનમાં ઓલઆઉટ

06:20 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તેની પ્રથમ ઇનિંગમાં 319 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. બેન ડકેટે 153 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી હતી. ત્યારે કુલદિપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બેે વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા.

Advertisement

હાલમાં ત્રીજા દિવસે ટી બ્રેક પડ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ભારતે તેના બીજા દાવમાં એક વિકેટના નુકસાન પર 67 રન બનાવ્યા છે. ટીમની કુલ લીડ 170 રન છે. રોહિત શર્મા 19 રન બનાવી જો રૂૂટના બોલ પર એલબી આઉટ થયો હતો.

જો રૂૂટે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને એકલબી આઉટ કર્યો હતો. રોહિત 28 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે પ્રથમ દાવમાં 131 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગની 9મી ઓવરમાં જ 150 રનની લીડ પાર કરી લીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ ઓવરના છેલ્લા બોલ પર જો રૂૂટ સામે ચોગ્ગો ફટકાર્યો હતો. ટીમનો સ્કોર 24 રનને પાર કરી ગયો અને આ સાથે લીડ પણ વધીને 150 રન થઈ ગઈ.

ઇંગ્લેન્ડનો સૌથી અનુભવી બેટર જો રૂૂટ પ્રથમ દાવમાં રિવર્સ સ્કૂપ રમીને આઉટ થયો હતો. તેણે 18 રન બનાવ્યા હતા. તેની વિકેટ બાદ ટીમે વધુ 2 વિકેટ ગુમાવી દીધી હતી. પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર માઇકલ વોને રૂૂટની બેજવાબદારીભર્યા શોટ રમવા બદલ ટીકા કરી હતી. વોને કહ્યું, પરુટે પરિસ્થિતિ અનુસાર ધ્યાનથી રમવું જોઈએ. જ્યારે વિકેટો પડતી હોય ત્યારે સ્ટોક્સ પણ ધ્યાનથી રમે છે. 10 હજારથી વધુ રન બનાવનાર રૂૂટે આવી ભૂલ ન કરવી જોઈએ.ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 319 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. ટીમે છેલ્લી 5 વિકેટ માત્ર 20 રનમાં ગુમાવી દીધી હતી. એક સમયે ટીમે 299 રનના સ્કોર પર માત્ર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી બેન સ્ટોક્સ 41 રન, બેન ફોક્સ 13, ટોમ હાર્ટલી 9, રેહાન અહેમદ 6 અને જેમ્સ એન્ડરસન 1 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લિશ ટીમ 319 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ રીતે માત્ર 20 રનના સ્કોર પર છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી.

Tags :
gujaratgujarat newsindiaindia newsIndia-England matchrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement