રાજકોટ ટેસ્ટનો પ્રારંભ: ભારતીય ટોપ ઓર્ડર ધબાય નમ:
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં સરફરાઝખાન, ધ્રુવ જુરેલનું ડેબ્યૂ, યશસ્વી જયસ્વાલ (10), શુભમન ગીલ (0), રજત પાટીદાર (5) રન બનાવીને આઉટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ત્રીજો ટેસ્ટ રાજકોટના નિરંજન શાહ કિક્રેટ મેદાનમાં શરૂ થયો છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની જોડી ઓપનિંગમા ઉતર્યા બાદ ભારતની શરૂઆત નબડી રહી ઓપનાર યશસ્વી જયસ્વાલ (10) અને શુભમન ગીલ ઝીરો જ્યારે રજત પાટીદાર માત્ર 5 રન બનાવીને આઉટ થયા બાદ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા મેદાનમાં છે.
ટીમ ઇન્ડીયામાં આજે સરફરાજ ખાન અને વિકેટ કિપર ધ્રવ જરેલ ટેસ્ટમાં ડેબ્યુ કરી રહ્યા છે. અનિલ કુબલેએ સરફરાઝને અને દિનેશ કાર્તિકે ધ્રુવને ડેબ્યુ કે આપી હતી.
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાય રહી છે. આ મેદાન પર લગભગ 8 વર્ષ બાદ બંને ટીમો વચ્ચે મુકાબલો થશે. અત્યાર સુધી આ સીરિઝ 1-1થી બરાબર છે અને આજથી શરૂૂ થતી ત્રીજી મેચ ખૂબ મહત્વની છે કારણ કે બંને ટીમો સિરીઝમાં લીડ નોંધાવવા માંગશે.
સિરીઝની શરૂૂઆતની મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 28 રને હરાવ્યું હતું. આ દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરીને ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને સીરિઝને 1-1થી બરાબર કરી લીધી છે.
રાજકોટના સ્ટેડિયમમાં ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ અત્યાર સુધી અજેય રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 2018માં અહીં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની બીજી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે કેરેબિયન ટીમને હરાવી હતી. આ પહેલા ભારતીય ટીમે 2016માં ઈંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ મેચ અહીં રમી હતી. જોકે બંને ટીમો વચ્ચેની મેચ ડ્રો રહી હતી. આ મેદાન પર ભારત માટે વિરાટ કોહલી, પૃથ્વી શો અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી છે.
સરફરાઝ અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ભારત માટે આ ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ બંનેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ છે. અનિલ કુંબલેએ સરફરાઝને ડેબ્યૂ કેપ આપી. આ સાથે જ દિનેશ કાર્તિકે ધ્રુવને ડેબ્યૂ કેપ સોંપી. સરફરાઝ 311મો ખેલાડી છે અને ધ્રુવ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 312મો ખેલાડી છે. જ્યારે સરફરાઝને ડેબ્યૂ કેપ આપવામાં આવી રહી હતી ત્યારે તેના કોચ અને પિતા નૌશાદ ખાન પણ ત્યાં હાજર હતા. પુત્રને કેપ મેળવતા જોઈને તે રડ્યો.
ઈંગ્લેન્ડે પાકિસ્તાની મૂળના સ્પિનર શોએબ બશીરને બાકાત રાખ્યો છે. બશીરે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે બંને ઇનિંગ્સમાં મળીને કુલ ચાર વિકેટ લીધી હતી. બશીર આઉટ થતાં ટીમ પાસે બે વિશેષજ્ઞ સ્પિનરો રેહાન અહેમદ અને ટોમ હાર્ટલી છે. તે જ સમયે, અનુભવી ખેલાડી જો રૂૂટ ત્રીજા સ્પિનરની ભૂમિકામાં જોવા મળી શકે છે.
ભારતની પ્લેઈંગ : ઈલેવન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ
ઈંગ્લેન્ડની પ્લેઈંગ : ઈલેવન જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ અને જેમ્સ એન્ડરસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.