For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં રૂા.1188.71 લાખનો વધારો નોંધાયો

05:27 PM Apr 12, 2025 IST | Bhumika
રાજકોટ એસ ટી  ડિવિઝનની આવકમાં રૂા 1188 71 લાખનો વધારો નોંધાયો

મુસાફરોની સંખ્યા 736.83 લાખ પહોંચી, રૂા.23,14,813 લાખની કમાણી

Advertisement

રાજકોટ એસ.ટી. ડીવીઝનનો નફો સડસડાટ વધી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રૂા.1188.97 લાખની વધેલી આવક સાથે રાજકોટ ડિવિઝનની વાર્ષિક આવક રૂા.2314813 લાખ આંબી છે. જયારે 61.37 લાખ મુસાફરોના વધારા સાથે 736.83 લાખ મુસાફરોએ એસટીમાં પરિવહન કર્યું છે. તેમ વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું છે.

બસપોર્ટમાં અપુરતી સુવિધા વચ્ચે ડિવિઝનની આવકમાં ધરખમ વધારો થયો છે અને અધધ મુસાફરો પણ વધ્યા છે. બસપોર્ટમાં શૌચાલયમાં ઉઘરાવતા પૈસા, બસપોર્ટના પ્લેટફોર્મ પર પંખાનો અભાવ, આવારા તત્વોનો અડ્ડો, ખખડધજ દોડાવાતી બસો સહીતની અનેક ફરીયાદ છતા પણ આવકમાં બમણો વધારો થયો છે.

Advertisement

ગત વર્ષ 2023-2024માં રાજકોટ એસટી ડિવિઝનની કુલ વાર્ષિક આવક રૂૂ.21959.42 લાખ હતી અને કુલ 675.46 લાખ મુસાફરોએ એસટી બસમાં પરિવહન કર્યું હતું.ઉપરોક્ત મુજબ વર્ષ 2023-2024ની તુલનાએ વર્ષ 2024-2025માં આવકમાં રૂૂ.1188.71 લાખનો વધારો થયો છે તેમજ મુસાફરોની સંખ્યામાં 61.37 લાખનો વધારો નોંધાયો છે. રાજકોટ એસટી ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ રાજકોટ બસપોર્ટ ઉપરાંત ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપો ઉપરાંત પડધરી, વીરપુર સહિતના 15 જેટલા ક્ધટ્રોલ પોઇન્ટ્સ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને દર વર્ષે સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ આવક રાજકોટ એસટી ડિવિઝનમાંથી થાય છે.જ્યારે રાજકોટ એસટી ડિવિઝનના કુલ નવ ડેપોમાં સૌથી વધુ આવક રાજકોટ એસટી બસપોર્ટ ડેપોમાંથી થવા પામી છે. રાજકોટ એસટી બસ પોર્ટમાં દરરોજ 1200 બસ અને 50 હજાર મુસાફરોની અવરજવર થઇ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement