રાજકોટ RTOમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ અને CU સિરીઝ જાહેર
ગોલ્ડન-સિલ્વર નંબર માટે તા.13 મીથી અરજી કરી શકાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ માટેર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, કચેરીમાં એચજીવી, (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી ઓકશન એચજીવી જી.જે.03 બી.ઝેડ, જી.જે.03 સી.યુ.નું રી ઓપશન તા.13-5-2025થી શરૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઈચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન onlinehttp://parviahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રી ઓપશનમાં ભાગ લઈ શકશે.
નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.13-8-2025 થી 17-5-2025 ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.17-5-2025 થી 19-5-2025નાં સાંજે 4 કલાક સુધી ઓનલાઈન ઓપશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.20-5-2025નાં રાજે કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. વાહન વેચાણ તારીખ 7 દિવસની અંદર સી.એન.એ.ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.