રાજકોટવાસીઓએ છ મહિનામાં ટ્રાફિક ભંગનો 5.91 કરોડનો દંડ ચૂકવ્યો
ઓવર સ્પીડ, હેલ્મેટ, સીટ બેલ્ટ, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને દંડ કરાયો, છ માસમાં 1.76 લાખ વાહન ચાલકો દંડાયા
રંગીલા રાજકોટ વાસીઓ જાણે ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં અલ્લ્વ નંબર હોય તેમ રાજકોટીયન્સે છેલ્લા છ માસમાં કુલ રૂૂ.5.91 કરોડનો દંડ ભર્યો છે. ટ્રાફિક પોલીસે જાન્યુઆરીથી જુન સુધીના ટ્રાફિક નિયમ ભંગ બદલ વસુલ કરેલ દંડના આંકડા જાહેર કર્યા છે. જેમાં 1.76 લાખ વાહનચાલકોએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે. તેમજ 2620 વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વાહન દરમિયાન મોબાઇલ ઉપર વાત કરવા, બ્લેક ફિલ્મ,નંબર પ્લેટ વિના વાહન ચલાવવું,ઓવરસ્પીડ,હેલ્મેટ તેમજ લાયસન્સ વિના વાહન ચલાવવા સહિતના ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન બદલ પોલીસે દંડ વસુલ કર્યો હતો. ટ્રાફિક પોલીસની પેપરલેસ અને કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમનો ઉપયોગ કરી પણ લોકોએ દંડ ભયો હતો.
રાજકોટની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર હરકતમાં આવ્યું છે. આમ છતાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન સતત વકરી રહી છે. શહેરમાં ઠેર-ઠેર સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા હોવા છતાં બેદરકાર વાહનચાલકો છડેચોક ટ્રાફિક નિયમનનો ભંગ કરી રહ્યાં છે. એવામાં ચાલુ વર્ષે જાન્યુઆરી થી જુન 2025 સુધી છેલ્લા છ માસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રાજકોટવાસીઓએ અધધ રૂૂ. 5,91,87750 કરોડનો દંડ ભર્યો છે. ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક નિયમન ભંગ બદલના આંકડા રજુ કર્યા હતા.ટ્રાફિક નિયમના ભંગ બદલ 176528 કેસ કરીને તેમની પાસેથી આ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જયારે છ માસમાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જુદા-જુદા વિસ્તારમાંથી 2620 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.
શહેરીજનોએ ટ્રાફિક નિયમન ભંગ બદલ રૂૂ.5.91 કરોડનો દંડ ભર્યો હતો જેના કારણે સરકારની તિજોરી ભરાઇ ગઇ છે. છેલ્લા છ માસના આંકડા ઉપર નઝર કરીએતો ઓવર સ્પીડથી વાહન ચલાવતા 1490 ચાલકો ઝપટે ચડ્યા હતા તેમજ કારમાં બ્લેડ ફિલ્મ રાખનાર 8007 ચાલકો પાસેથી 40 લાખ, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનાર 2795 ચાલકો પાસેથી 13.97 લાખ,નંબર પ્લેટ વિનાના 11674 ચાલકો પાસેથી 5.83 લાખ અને ફેન્સી નંબર પ્લેટ લગાવનાર 18904 પાસેથી 5.67 લાખ,લાઇસન્સ વિના વાહન ચાલવતા 292 પાસેથી 6.16 લાખ, વધુ મુસાફરો બેસાડનાર 997 પેસેન્જર વાહન ચાલકો પાસેથી 4.43 લાખ,ડિઝનીંગ લાઈટ લગાવનાર 80 વાહન ચાલકો પાસેથી 40 હજાર, ત્રિપલ સવારી મોટરસાયકલ ચલાવનાર 59021 પાસેથી 5.90 લાખ,સીટ બ્લેટ વિના કાર ચલાવનાર 9665 પાસેથી 4.81 લાખ, ટ્રાફિકને અડચણ રૂૂપ બની પાર્કિંગ કરનાર 17575 લોકો પાસેથી 12.82 લાખ,વીમા વિનાના 47 વાહન ચાલકો પાસેથી 94 હજાર,હેલ્મેટ વિના વાહન ચલાવનાર 20170 વાહન ચાલકો પાસેથી 10 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે સ્થળ ઉપરથી 141140 કેસ કરી 4,52,99,350નો દંડ વસુલ કર્યો હતો.
તેમજ છેલ્લા છ માસમાં ટ્રાફિક પોલીસે અલગ અલગ નિયમના ભંગ કરનાર 12421 વાહન ચાલકોને ઈ-ચલણ મોકલ્યું હતું.ઉપરાંત બંધ લાઈટ,એરહોર્ન,પીયુસી, સહિતના અલગ અલગ નિયમના ભંગ બદલ પોલીસે દંડ વસુલ કર્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સુચનાથી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના તમામ પી.આઈ,પીએસ આઈ સહિતના સ્ટાફ દ્વારા અલગ અલગ દિવસે ખાસ ડ્રાઈવ યોજી કામગીરી કરી હતી.