દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો ઝીંકયો, CMનાં નિવાસસ્થાને લોક દરબાર સમયે હુમલો કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના મુખ્યમંત્રી નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન બની હતી. આરોપી વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રેખા ગુપ્તાને ગુજરાત રાજકોટનાં વ્યક્તિએ લાફો માર્યો હતો.
મુખ્યમંત્રી નિવાસસ્થાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે મુખ્યમંત્રી જાહેર સુનાવણી કરી રહ્યા હતા, તે જ સમયે એક વ્યક્તિ તેની ફરિયાદ લઈને ત્યાં પહોંચ્યો. આ દરમિયાન તેણે મુખ્યમંત્રીને થપ્પડ મારી. વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.
શરૂઆતની માહિતીમાં, આરોપીએ પોતાનું નામ રાજેશ ભાઈ ખીમજી સાકરિયા જણાવ્યું છે. આરોપી રાજકોટનો રહેવાસી છે. તેની ઉંમર 41 વર્ષ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલા અંગે ગૃહ મંત્રાલયને જાણ કરી છે.
બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિએ પહેલા રેખા ગુપ્તા પર પથ્થર જેવું કંઈક ફેંક્યું હતું. પરંતુ જ્યારે તે સીએમ ગુપ્તાને નુકસાન પહોંચાડી શક્યો નહીં, ત્યારે તેણે તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ પણ કર્યો. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે એમ પણ કહ્યું કે જાહેર સુનાવણીના બહાને એક વ્યક્તિ સીએમ ગુપ્તા પાસે પહોંચ્યો હતો. તેણે પહેલા મુખ્યમંત્રીને કેટલાક કાગળો આપ્યા, પછી બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેમને થપ્પડ મારવાનું શરૂ કર્યું. જોકે, દિલ્હી ભાજપ પ્રમુખે દિલ્હીના મુખ્યમંત્રીને થપ્પડ મારવાનો ઇનકાર કર્યો છે.