For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વચ્છતામાં રાજકોટ રાજ્યમાં ત્રીજા, દેશમાં 19મા ક્રમે

05:43 PM Jul 17, 2025 IST | Bhumika
સ્વચ્છતામાં રાજકોટ રાજ્યમાં ત્રીજા  દેશમાં 19મા ક્રમે

દેશના 4589 શહેરોમાંથી સ્વચ્છતામાં અમદાવાદ અને સોલિડવેસ્ટ મેનેજમેન્ટમાં સુરત નંબર-વન

Advertisement

રાજકોટ ગત વર્ષે 37મા રેન્કમાંથી કૂદી 19માં સ્થાને પહોંચ્યું

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 અંતર્ગત દેશના 4589 શહેરોમાંથી ગુજરાતમાં અમદાવાદે નંબર વન મેળવ્યો છે. જયારે સોલિડવેસ્ટ મેનેજમેન્ટમાં સુરત શહેરને પ્રથમ ક્રમામ અને રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ અને સમગ્ર ભારતમાં 19મો રેન્ક પ્રાપ્ત થયેલ છે, જે ગયા વર્ષે 37 મો રેન્ક હતો. રાજકોટ શહેરને 3 સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી તથા વોટર પ્લસ સીટી સર્ટીફીકેટ મેળવેલ છે. સીટીઝન ફીડબેકમાં સમગ્ર દેશમાં રાજકોટને ચોથો ક્રમ પ્રાપ્ત થયેલ છે, તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશ જલુએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

Advertisement

સ્વચ્છ સર્વેક્ષણ 2024- 2025 અંતર્ગત રાજકોટ શહેરને સ્વચ્છ સર્વેક્ષ્ણ 2024- 2025 માં કુલ 12500 માર્ક્સ માંથી 10634 માર્ક્સ મેળવેલ છે જેમાં સર્વેક્ષણની કેટેગરી હેઠળ 10000 માંથી 8634 માર્ક્સ મેળવેલ તથા સર્ટીફીકેશનની કેટેગરી હેઠળ 2500માંથી 2000 માર્ક્સ મેળવેલ. સ્વચ્છ સર્વેક્ષ્ણની શરૂૂઆત વર્ષ 2016થી થયેલ હતી ત્યારે ભારતના કુલ 73 શહેરોએ ભાગ લીધેલ હતા વર્ષ 2024 2025 માં ભારતના કુલ 4589 + શહેરોએ ભાગ લીધેલ હતો વર્ષ 2024 -2025 ના સ્વચ્છ સર્વેક્ષ્ણની થીમ રિયુઝ, રીડ્યુઝ, રીસાયકલ હતી સ્વચ્છ સર્વેક્ષણ -2024 -2025 એપ્રિલ 2024- થી એપ્રિલ -2025 સુધી 4 તબક્કામાં યોજવામાં આવેલ જે અંતર્ગત 1 તથા 2 તબક્કામાં શહેરોના નાગરિકો પાસેથી સફાઈ અંગેના ફીડબેક લેવામાં આવેલ. 3 તબક્કામાં બલ્ક વેસ્ટ જનરેટર દ્વારા પોતાના કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરવાનું થતું હતું.

4 તબક્કામાં ઓન ગ્રાઉન્ડ વેરીફીકેશન હાથ ધરવામાં આવેલ. રાજકોટ મહાનગર પાલિકાને સ્વચ્છ સર્વેક્ષ્ણ 2024-25માં સીટી રીપોર્ટ કાર્ડ મુજબ રહેણાંક વિસ્તારની સફાઈમાં 100 % વોટર બોડીઝની સફાઈમાં 100 % વેસ્ટ જનરેશન એન્ડ પ્રોસેસિંગમાં 100 % ડમ્પસાઈટ રેમીડીએશનમાં 100 %, માર્કેટ એરિયામાં સફાઈમાં 97 %, ડોર ટુ ડોર કલેક્શન 95 %, જાહેર શૌચાલયની સફાઈ માં 90 % સોર્સ સેગ્રીગેશન 78 % પ્રાપ્ત થયેલ છે.

સુકો-ભીનો કચરો અલગ કરવામાં થાપ ખાધી, નહિંતર રાજકોટ ટોપ-10માં હોત
સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર ભારતમાંથી રાજકોટને 19મું સ્થાન પ્રાપ્ત થયુ છે. જયારે ગુજરાતમાં ત્રીજો નંબર મેળવ્યો છે. ગત વર્ષે 37માં રેન્કમાંથી આ વર્ષે 19માં સ્થાને પહોંચવામાં સફળતા મળી છે. પરંતુ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં ભીનો તથા સુકો કચરો કેટેગરી વાઇઝ સેગી્રએશન કરવામાં અપાતા માર્કસ સૌથી વધુ ભાગ ભજવે છે. જેમાં રાજકોટ મનપા થાપ ખાઇ જતા તેમજ નાગરાવાડી ખાતે એકઠા થતા કચરાનું પ્રોસેશીંગ કરવાની કામગીરીમાં પાછળ રહી જતા 19માં ક્રમે ધકેલાઇ ગયુ છે. આ બંને કેટેગરીમા સફળ થયુ હોતતો રાજકોટ ટોપ-10માં હોત તેમ પર્યાવરણ વિભાગે જણાવ્યું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement