For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માણસનો ‘મૂડ’ જાણી શકાય તેવું AI ડિવાઇસ તૈયાર કરતા રાજકોટના પ્રોફેસર

04:02 PM Dec 24, 2024 IST | Bhumika
માણસનો ‘મૂડ’ જાણી શકાય તેવું ai ડિવાઇસ તૈયાર કરતા રાજકોટના પ્રોફેસર

રાજકોટમાં રહેતા પ્રોફેસર હિરેન મહેતા દ્વારા એવી ડિવાઈઝની ડીઝાઈન બનાવી કે જેની મદદથી એ જાણી શકાશે કે જે તે વ્યક્તિ ખુશ છે કે દુખી છે.આ ડિવાઈઝ ની પેટન્ટ બનાવવા પાછળનો ઉદેશ્ય એ છે કે આપણે સામેવાળી વ્યક્તિના ઈમોશન્સને જાણી શકી. હાલના સમયમાં આત્મહત્યા અને ડિપ્રેશનના બનાવો વધી રહ્યાં છે અને આ કેસો મોટાભાગે વિદ્યાર્થીઓમાં વધારે જોવા મળી રહ્યાં છે. એવામાં આ ડિવાઈઝ ની મદદ થી આપણે સામેવાળા વ્યક્તિના ઈમોશન્સને જાણી શકાશે. પ્રોફેસર હિરેન મહેતા દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિવાઇસની પેટન્ટને મંજૂરી મળી ગઈ છે.

Advertisement

AI ડિવાઈઝની પેટન્ટ મિ/ષલરુ રાજકોટના હિરેન મહેતાએ કહ્યું કે અમે તાજેતરમાં જ એક પેટર્ન કરાવી જેમાં પેટર્નની અંદર નાનકડું ડિવાઇસ તૈયાર થશે. આ ડિવાઈસની મદદથી અઈં પાવર સપોર્ટર આસિસ્ટન્ટ કરીને પેટર્ન રજિસ્ટર કરાવવામાં આવી. આ પેટર્નની અંદર મુખ્ય વસ્તુઓ એ છે કે વ્યક્તિ ગુસ્સામાં છે કે ખુશ છે તે જાણી શકાશે. જ્યારથી મોબાલઈનો વપરાશ વધ્યો છે.ત્યારથી દરેક વિદ્યાર્થીમાં ગુસ્સાનો પ્રમાણ વધારે જોવા મળે.ત્યારે કોઈ પણ વ્યક્તિ ખુશ કે ગુસ્સામાં તે જાણવા માટે આ ડિવાઈઝ બનાવવામાં આવી.પ્રોફેસર હિરેન મહેતાના કહેવા પ્રમાણે આ ડિવાઈઝ ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જેલમાં રહેતા કેદીઓ માટે ખાસ ઉપયોગી થશે. કોઈ પણ વ્યક્તિમાં ગુસ્સો કે ખુશી અંગે માહિતી આ ડિવાઈઝની મદદથી જાણી શકાશે.અત્યારે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે.એવામાં આ ડિવાઈઝની મદદથી જે તે વ્યક્તિના અવાજ અને ફેસ રિડિંગ પરથી જાણી વ્યક્તિ દુખમાં છે કે સુખમાં આપણે ખબર પડી જશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement