ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોત

12:26 PM Oct 17, 2025 IST | Bhumika
Advertisement

મધ્યપ્રદેશ તરફ જતી રાજકોટની ખાનગી બસ દાહોદથી આવતી બસ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો

Advertisement

15થી વધુ ઘાયલોને સારવાર માટે વડોદરા હોસ્પિટલે ખસેડાયા, બનાવ બાદ ટ્રાફિક જામ

રાજકોટથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસને પંચમહાલના ગોધરમાં પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા મુસાફરના મોત થયા હતા જયારે 15 જેટલા મુસાફરોને ઈજા થઇ હતી.આ બસ દિવાળીની રજામાં રાજકોટથી મધ્યપ્રદેશના મજૂરોને લઇ વતન જતી હતી ત્યારે બનાવ બન્યો હતો. ગોધરમાં પાસે બે બસો વચ્ચે અકસ્માત થતા બે મહિલાના મોત થયા છે, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. રાજકોટથી મધ્યપ્રદેશ જતી આ બસ ગોધર હાઇવે ઉપર પહોચી ત્યારે આ ઘટના બની હતી.

ગોધરના કંકુ થાંભલા બાયપાસ રોડ પર બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108 ની તાત્કાલિક બનાવ સ્થળે પહોચી હતી. હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને વડોદરામાં સારવાર અર્થે ખસેડાયા છે. રાજકોટની એક ખાનગી લક્ઝરી બસ રાજકોટથી મધ્યપ્રદેશ તરફ જઈ રહી હતી, જ્યારે બીજી ખાનગી બસ દાહોદ તરફથી આવી રહી હતી. આ બંને બસો કંકુથકભલા નજીક ટકરાતાં અકસ્માતનો ભયાનક બનાવ બન્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે.

પંચમહાલ જિલ્લાના કંકુ થાંભલા બાયપાસ પાસે બે બસો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી મધ્યપ્રદેશના મજૂરોને લઇ દિવાળીના તહેવારમાં વતન લઇને જતી રાજકોટની ખાનગી બસ ગોધરા પાસે પહોચી ત્યારે સામેથી આવતી અન્ય ખાનગી બસ સાથે ટક્કર થઇ હતી જેમાં બે બસ વચ્ચે અકસ્માતમાં બે મહિલાના મોત થયા છે. કંકુ થાંભલા બાયપાસ રોડ પર પુરપાટ ઝડપે દોડતી બે લક્ઝરી બસો વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આ બસમાં સવારે બે મહિલાના તાત્કાલિક મોત થયા હતા, જ્યારે બસમાં સવાર 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં આ ઇજાગ્રસ્ત લોકોને વડોદરાની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ગોઝારા અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરી હતી. માહિતી મળતાં જ બજાણા પોલીસ સ્ટેશન નો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ટીમે ટ્રાફિક ક્લિયર કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂૂઆત કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલાને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :
bus accidentGodhraGodhra newsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement