ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ પોલીસની CIMS એપ્લિકેશનને સિલ્વર એવોર્ડ

04:26 PM Feb 17, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી CIMS (CRIMINAL INTELLIGENCE AND MONITORING SYSTEM) એપ્લિકેશનને સ્કોચ ગ્રૂપ દ્વારા પોલીસ અને સેફટી કેટેગરીમાં સિલ્વર એવોર્ડ આપવામાં આવ્યો.

સ્કોચ ગ્રુપના સ્કોચ પુરષ્કારને દેશના સર્વોચ્ચ સ્વતંત્ર રીતે સ્થાપી નાગરીક સન્માનોમાંના એક તરીકે વખાણવામાં આવે છે અને ગવર્નન્સ, ફાઇનાન્સ, બેંકીંગ, ટેકનોલોજી, કોર્પોરેટ નાગરીકતા, અર્થશાસ્ત્ર અને સમાવેશી વૃધ્ધીના ક્ષેત્રોમાં ભારતમાં શ્રેષ્ઠ પ્રથાઓ માટે સ્વતંત્ર બેંચ માર્ક તરીકે ગણવામાં આવે છે. આ એવોર્ડની સ્થાપના 2003 માં કરવામાં આવી હતી. સ્કોચ ગ્રુપ દ્વારા ભારત સરકારના અલગ-અલગ વિભાગોમાંથી સરકાર દ્વારા કરેલા સારા પ્રોજેકટો વિશે નોમીનેશન મંગાવવામાં આવે છે.

સ્કોચ ગ્રુપ દ્વારા આ તમામ નોમીનેશન ઓનલાઇન એકત્રીત કરવામાં આવે છે. જે તે વિભાગ દ્વારા સ્કોચ પુરષ્કાર માટેની પોતાના પ્રોજેકટને અનુરૂૂપ કેટેગરીમાં એપ્લાય કરવામાં આવે છે. આ તમામ માહીતી એકત્રીત કરી દરેક પ્રોજેકટનું પ્રેજેન્ટેશન રાખવામાં આવે છે. ત્યારબાદ નકકી કરવામાં આવેલ જયુરી દ્વારા તમામ પ્રોજેકટનુ મુલ્યાંકન કરી તેનુ માર્કીંગ આપવામાં આવે છે. તેમાંથી માર્કીંગના આધારે શોર્ટલીસ્ટ થયેલા પ્રોજેકટનુ મુલ્યાંકન કરી ફાઇનલ વિજેતા ગોલ્ડ, સીલ્વર તથા પ્લેટિનમ એમ ત્રણ કેટેગરીમાં પુરષ્કાર આપવામાં આવે છે.

શહેર પોલીસ કમિશનર બ્રઝેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહીલના સુપરવિઝન હેઠળ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ આચરનાર શખ્સોની માહીતી સરળતાથી મળી રહે અને આવા ગુન્હાઓ આચરનારાઓની રોજીંદી પ્રવૃતી ઉપર વોચ રાખી શહેર વિસ્તારમાં બનતી ગુન્હાખોરી અટકાવવા માટે આધુનીક અને ડીજીટલ યુગમાં એક ડેટાબેઝ એપ્લીકેશનની જરૂૂરીયાત જણાતા દ્વારા CIMSએપ્લીકેશન કાર્યરત કરવામાં આવેલ અને આ એપ્લીકેશન અંતર્ગત કડીબધ્ધ ડેટા બેઝનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ CIMSએપ્લીકેશનના ઉપયોગથી રાજકોટ શહેરમાં અવાર નવાર શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ આચરતા આરોપીઓ પૈકી MCR/HS/ABSCONDER / GAMBLER/BOOTLEGER /NDPS / TAPORI / ARM’S ACT ACCUSEDને ચેક કરવાની કામગીરી કરવામાં આવે છે. તથા ડોજીયર્સ મેન્ટર પ્રોજેક્ટ ઉપર CIMSએપ્લીકેશન દ્વારા તેઓને ચેક કરી તેઓની હાલની પ્રવ્રુતી ઉપર વોચ રાખી તેમજ દૈનીક અહેવાલ અને ક્રાઇમ મેપીંગની કામગીરીની ફાળવણી રિપોર્ટિંગ તેમજ RELEASE / JAHERNAMA /STOLLEN-VEHICLE INDUSTRIAL WORKER / SHE TEAM/E-SANKALAN અને ફિલ્ડ પર કરવામાં આવતી કામગીરીને એક જ વિન્ડોમાં સરળતાથી લઇ શકાય છે આમ આ એપ્લીકેશન રાજકોટ શહેર પોલીસને ગુન્હેગારો પર મોનીટરીંગ રાખવામાં ખુબ જ મદદરૂૂપ થયેલ છે. જેથી રાજકોટ શહેર પોલીસને સ્કોચ ગૃપ દ્વારા અપાતા સ્કોચ એવોર્ડની પોલીસ એન્ડ સેફટી કેટેગરીમાં સિલ્વર એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement