For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ પોલીસે પકડેલા 80 કિલો માદક પદાર્થોનો નાશ કરાયો

05:20 PM Oct 03, 2025 IST | Bhumika
રાજકોટ પોલીસે પકડેલા 80 કિલો માદક પદાર્થોનો નાશ કરાયો

ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં એસીપી બી. બી. બસીયા અને SOGના PI એસ. એમ. જાડેજાની ટીમે 25 લાખના અફીણ, ચરસ, ગાંજા અને ડ્રગ્સનો નાશ કર્યો

Advertisement

રાજકોટ સહિત ગુજરાતભરમાં પોલીસે પકડેલ આશરે 400 કરોડના માદકપદાર્થોનો જથ્થો રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂૂચ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

ડ્રગ્સ નાબુદી કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પનશા-મુક્ત ગુજરાતથના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂૂપે ગુજરાત પોલીસ દ્વારા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલ આશરે 400 કરોડના ગાંજો,ચરસ,એમડી, અફીણ સહિતના માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ પોલીસે અલગ અલગ 24 ગુન્હામાં કબજે કરેલા આશરે રૂૂ.25 લાખના 80 કિલો જેટલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement

ગઈકાલે વિજયાદશમીના પર્વે જેમ રાવણરૂૂપી બુરાઈનું દહન થયું, તેમ જ સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સરૂૂપી દાનવના દહન દ્વારા ગુજરાત સરકાર પોતાની નશા વિરોધી ઝુંબેશ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવશે.આ અભિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા ના આહ્વાન અને નસ્ત્રઝીરો ટોલરન્સસ્ત્રસ્ત્રની નીતિ અંતર્ગત આગળ ધપાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં એન્ટી- નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત પણ કરી હતી. ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ વિશિષ્ટ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ- કર્મચારીઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે.

દહેજની ઇઅઈંક કંપનીમાં સમગ્ર રાજ્યમાંથી ઝડપાયેલ ડ્રગ્સના આશરે 400 કરોડના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે કરાશે નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ પોલીસે અલગ અલગ 24 ગુન્હામાં કબજે કરેલા આશરે 25 લાખના 80 કિલો માદક પદાર્થ જેમાં ગાંજો,ચરસ,એમડી, અફીણ સહિતના માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચ એસીપી બી.બી.બસીયા સાથે એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે આજે સવારે ભરૂૂચ પહોચી હતી.

અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસે પકડેલા 80 કિલો માદક પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રાજ્ય સરકારની પરીવોર્ડ પોલિસીથ અંતર્ગત 7 મોટા કેસોમાં સફળ કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને સન્માનિત આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement