ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોર્ડના છાત્રો માટે ‘સારથી’ બનતી રાજકોટ પોલીસ

06:11 PM Mar 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી ન પડે અને સમયસર પરીક્ષા આપવા પહોંચી શકે તે માટે પોલીસ કમિશનરની સુચનાથી શહેરભરની પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે સજ્જ બની છે. ત્યારે આજે પ્રથમ દિવસેજ બોર્ડના છત્રો માટે રાજકોટ પોલીસ ‘સારથી’ બની હોય તેમ બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે બહાર ગામથી બોર્ડની પરીક્ષા આપવા માટે કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમ નજીક અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર શોધતા પરંતુ તેઓને કેન્દ્ર મળતુ ન હોય જેથી સ્ટાફ દ્વારા તેમને પોલીસ વાનમાં બેસાડી પેડક રોડ આવેલી નક્ષત્ર સ્કૂલ અને મઝહર વિધાલયના પરીક્ષા કેન્દ્રો શોધી સમયસર પહોંચાડી મદદ કરવામાં આવી હતી. જે બદલ વિદ્યાર્થીઓએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Advertisement