રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણી
કોંગ્રેસને ફરીથી બેઠી અને મજબુત કરવા માટે સંંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેર અને જિલ્લા, તાલુકામાં હોદેદારોની વરણી કર્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડમાં પણ પ્રમુખની વરણી કરી અને આગામી કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ કરવા સુચના આપવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસમાં સંગઠન સુજન અભિયાન 2025 અંતર્ગત રાજકોટ મનપામાં પ્રદેશમાનથી નિયુક્તી કરવામાં આવેલા નિરીક્ષકો દ્વારા, શહેરમાં વોર્ડ પ્રમુખ તરીકે ઉમેદવારોના બાયોડેટા અને દાવેદારોને વોર્ડમાં જઇને સાંભળવામાં આવ્યા હતા. જે પગલે રાજકોટ મનપાના વોર્ડ નંબર 1 થી 18ના તમામ કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
વોર્ડ પ્રમુખની યાદી
1 અશોકભાઇ જોશી
2 ભાવેશભાઇ વાઘેલા
3 જગદીશસિંહ જાડેજા
4 પરેશભાઇ પરમાર
5 જે.કે. અંદાણી
6 શૈલેષભાઇ સાકરીયા
7 રવિરાજસિંહ ડોડીયા
8 સંજયભાઇ સગપરીયા
9 ગીરીશભાઇ પટેલ
10 દીપકભાઇ ગોઠી
11 કેતનભાઇ તાળા
12 હાર્દિકભાઇ પટેલ
13 વિજયસિંહ જાડેજા
14 બીજલભાઇ ચાવડીયા
15 આરીફભાઇ ધોણીયા
16 સુરેશભાઇ ગેરૈયા
17 રાજુભાઇ ચાવડા
18 રાજેશભાઇ બાબીયા