રાજકોટની માતા-પુત્રી સાથે તાંત્રિક વિધિના નામે રૂ.3.31 લાખની ઠગાઇ : યુવતી સાથે દુષ્કર્મ
રાજકોટ ની મા દીકરીને અમરેલીના એક યુગલે તાંત્રિક વિધિમાં ફસાવી રાજકોટ ની એક મહિલા અને વિસાવદર ના બે ભુવા સાથે મળી ઘરમાં મેલું છે તેમ કહી વિધીના નામે રુ.3.13 લાખ પડાવી વિધિના નામે મહિલાની પુત્રી સાથે દુષ્કર્મ આચરી અન્ય છ શખ્સો ના હવાલે કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અમરેલી તાલુકામા નોંધાતા પોલીસે બે મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ધરમ નગર વિસ્તાર ના આવાસ યોજના કવાટર મા રહેતી એક મહિલાને ઘરમાં મુશ્કેલી હોવાથી રાજકોટ ની એક મહિલા ભારતીબેન પ્રકાશભાઈ ગોંડલીયા ના સંપર્ક મા આવેલ હતી. તેમણે અમરેલીના મુકેશ ભેસાણીયા નામના તાંત્રીક વિધિ કરી મુશ્કેલી દૂર કરતા હોવાનું જણાવેલ હતું.જેથી આ મા દીકરીએ અમરેલીના તાંત્રિક અને તેમની પત્ની રાધિકાબેન નો સંપર્ક કરેલ હતો.આ તાંત્રિક પતિ પત્નીએ માં દીકરીને પોતાની ચૂંગાલમાં પુરેપુરા ફસાવી દીધા હતા.આ સમગ્ર તાંત્રિક વિધીના ષડયંત્ર મા વિસાવદર ના બે ભુવા સુનિલ રાવળ અને દિનેશ રિબડીયા પણ સંડોવાયેલ હતા.તાંત્રિક અમરેલી ના પતિ પત્ની,રાજકોટ ની એક મહિલા અને બે ભુવા સહિત પાંચેય ચીટરે માં દીકરીને તમારા ઘરમાં મેલું છે તેને કાઢવા વિધિ કરવી પડશે.તેમ કહી કટકે કટકે મહિલા પાસેથી રુ.3.13 લાખ જેવી રકમ પડાવી લીધેલ હતી.આ ચીટર ટોળકી આટલેથી અટકેલ ન હતી. મુકેશ ભેસાણીયા એ મહિલાની પુત્રી ને પોતાની સાથે શરીર સબંધ ન બાંધે તો તેમનો પુત્ર મરી જશે તેમ કહી દુસ્કર્મ આચરેલ હતું.તાંત્રિક મુકેશ અને તેમની પત્ની રાધીકાએ અમરેલી,સાવર કુંડલા, સિમરણ,વિસાવદર પંથકમાં છ જેટલા અન્ય શખ્સો સાથે શરીર સબંધ બાંધવા મજબુર કરેલ હતી.
દુષ્કર્મ નો ભોગ બનનાર યુવતી અને તેમની માતા એ ગઈ કાલે અમરેલી તાલુકા પોલીસમાં મુકેશ ભેસાણીયા તેમની પત્ની રાધિકા મુકેશભાઈ રે.બંને અમરેલી,સુનિલ રાવળ,દિનેશ રિબડીયા રે.બંને વિસાવદર,ભારતીબેન પ્રકાશભાઈ ગોંડલીયા રે.રાજકોટ સહિત પાંચ સામે રુ.3.13 લાખ પચાવી પાડી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ નોંધાવતા અમરેલી તાલુકા પોલીસ પી.એસ.આઈ. આર.જી.ચૌહાણ ની ટીમે પાંચેય આરીપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધેલ હતા.તેમજ આ ઘટનામા અન્ય સન્ડોવાયેલા આરીપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે.તાંત્રિક વિધીના નામે છેતરપિંડી અને અવાર નવાર બળાત્કાર ની ઘટના થી ભારે ચકચાર મચી ગયેલ હતી.