જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલ
હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરી વિરોધ નોંધાવ્યો
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના બે ન્યાયાધીશની બદલી કરવામાં આવતા જસ્ટિસ જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. વકીલો આવતી કાલે તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયનો પણ સમાવેશ થાય છે.
કોલેજિયમે જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બદલી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં અને જસ્ટિસ રોયની બદલી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરી છે.જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને બદલીને નિર્ણય સામે વિરોધો નોંધાવવામાં આવી રહ્યા છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. વકીલો આવતી કાલે તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું છે.
ગુજરાત રાજયના જસ્ટીસ સંદિપ એન. ભટ્ટ સાહેબની બદલી ગુજરાત હાઈકોર્ટમાં આંતરિક રાજકારણ અને જૂથવાદના કારણે થઈ હોવાનું માની જયુડીસ્યરીની ગરીમાને લાંછન લાગે તેવી હોય જેથી તેઓની બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રિમ કોર્ટના કોલેજીયમ સમક્ષ રજુઆત કરવા તથા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ અને કોલેજીયમના સભ્યો સમક્ષ રજુઆત કરવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું છે.