રાજકોટ-લાલકુંઆ સાપ્તાહિક શ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન સંખ્યા 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલને 8 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર, 2025 અને ત્યારબાદ આગળ 13 ઑક્ટોબરથી 3 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન સંખ્યા 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 7 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર, 2025 અને ત્યારબાદ આગળ 12 ઑક્ટોબરથી 2 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન સંખ્યા 05046 ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 31 ઑગસ્ટ, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા જણાવ્યું છે.