For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

11:59 AM Jul 02, 2025 IST | Bhumika
રાજકોટ લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 05046/05045 રાજકોટ- લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) 9-9 ટ્રીપ્સ ટ્રેન નંબર 05046 રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ ને 7 જુલાઈ થી 1 સેપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 6 જુલાઈ થી 31 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે.

Advertisement

ટ્રેન નંબર 05046ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2 જુલાઈ, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને પરિચાલન અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement