રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક દ્વારા ઉનાળુ ટાઇમ ટેબલ જાહેર, ઇન્દોરની સેવા બંધ થશે
સૌરાષ્ટ્રવાસીઓને દિલ્હીની વધારાની ફલાઇટ મળશે
રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક દ્વારા સમર શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉનાળાની મૌસમમાં પણ વર્તમાન સિઝન અને ટાઇમટેબલ મુજબ દૈનિક 11 ફલાઇટ ટેકઓફ કરશે. જેમાં સૌરાષ્ટ્રવાસીઓને દિલ્હીની નવિ હવાઇ સેવા મળશે પરંતુ ઇન્દોરની સેવા બંધ કરાશેે. જે ઇન્ડીગો દ્વારા આ ફલાઇટ ચલાવવામાં આવી રહી હતી. આંતરરાષ્ટ્રીય હવાઇ મથક કાર્યરત થતા દૈનિક 600 જેટલા મુસાફરોની આવનજાવન વધી ગઇ છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ દરરોજ 9 સહિત 11 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર અને ઈન્દોરની ફ્લાઇટ દૈનિક ઉડાન ભરે છે. જ્યારે ગોવાની ફ્લાઇટ મંગળ, ગુરૂ અને શનિવારે ઉડાન ભરી રહી છે તો પૂણેની ફ્લાઈટ મંગળ, ગુરુ અને રવિવાર એમ 3 દિવસ જ રાજકોટથી ઉપડે છે. દરમિયાન હાલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો દ્વારા ઉનાળાની સિઝનમાં ઉડનારી ફ્લાઈટ્સનું સંભવિત શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માત્ર 1 જ ફ્લાઈટનો ફેરફાર દેખાય રહ્યો છે. દિલ્હીની સવારની ફ્લાઈટ નવી મળશે તો ઇન્દોરની ફ્લાઈટ સમર સિઝનમાં બંધ થશે.