કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુ
રાજકોટથી કુંભની યાત્રાએ ગયેલા મુળ દીધીવદર તા. જામકંડોરણા ગામના પ્રવિણસિંહ નારુભા પઢિયાર નામના 64 વર્ષના વૃદ્ધને ગઈકાલે સાંજે કુંભમાંથી પરત ફરતી વખતે નાથદ્વારા લેવા પટેલ સમાજ ખાતે હદય રોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું.
મળતી માહિતી મુજબ મુળ દુધીવદર ગામના અને હાલ રાજકોટમાં જુનુ સુભાષનગર શેરી નં. 6 કોઠારિયા મેઈન રોડ ખાતે રહેતા અને કેસડાયલનું કારખાનું ધરાવતા પ્રવિણસિંહ નારુભા પઢિયાર કુંભમાં સ્નાન માટે ગયા હતાં ત્યાંથી તેના મિત્રો સાથે પરત ફરતી વખતે ગઈકાલે નાથદ્વારા લેવા પટેલ સમાજ ખાતે ઉતર્યા હતાં.
પરંતુ ત્યાં સાંજે તેમને હદય રોગનો હુમલો આવતા સમાજના સ્ટાફ અને ત્યાં ઉતરેલા રાજકોટના રાજુભાઈ જુંજા, ચનાભાઈ ગોહેલ તથા મંછાભાઈ ગોહેલ સહિતના લોકોએ તાત્કાલીક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં પરંતુ તેમનું સારવાર મળે તે પહેલા અવસાન થયું હતું.
રાત્રે હોસ્પિટલની વીધી પતાવી સબવાહીની દ્વારા સ્વ. પ્રવિણસિંહ પઢિયારનો મૃતદેહ રાજકોટ તેમના મિત્રો સાથે રવાના કરાવાયો હતો અને આજે સવારે તેમનો મૃતદેહ આવી પહોંચતા સવારે 10:30 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી તેમની સ્મશાન યાત્રા નિકળી હતી.