ધીમી SIR કામગીરીને લઈને રાજકોટ ‘રેડ ઝોન’માં: કલેક્ટરે રાત્રે મોડે સુધી વીડિયો કોન્ફરન્સ યોજી ક્લાસ લીધો
મતદારોના સહયોગના અભાવે રાજ્યમાં સૌથી ધીમી કામગીરી
રાજકોટ કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂૂ થઈ ચૂકી છે અને બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વિતરણનું કામકાજ ચાલી રહ્યું છે.
જોકે, આ કામગીરીમાં રાજકોટમાં રાજ્યભરમાં સૌથી ધીમી પ્રક્રિયા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.જેને લઇ ઉચ્ચ અધિકારીઓ દોડતા છે.
કલેક્ટર વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, રાજ્યભરની SIR કામગીરીમાં રાજકોટ જિલ્લો અને શહેર પરેડ ઝોનથ માં છે. રાજકોટ જિલ્લા અને શહેરમાં અંદાજે 4,000 થી વધુ BLO આ કામગીરી કરી રહ્યા છે અને એક બૂથ પર બે-બે ટીમ બનાવવામાં આવી હોવા છતાં, કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. જેના પગલે કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ગઈકાલે બપોર બાદ તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સ રાત્રે મોડે સુધી ચાલી હતી, જેના કારણે કલેક્ટર ઓફિસ પણ રાત્રિના પણ ધમધમી હતી.
વિલંબ માટે BLO અને મતદારો જવાબદાર?
અધિકારી સૂત્રોનું માનવું છે કે, રાજકોટમાં કામગીરીમાં વિલંબ થવા પાછળનું મુખ્ય કારણ મતદારો દ્વારા યોગ્ય સહયોગ ન અપાતો હોવું છે. જોકે, ઘણી બધી જગ્યાએ BLO ની નબળી કામગીરી પણ વિલંબ માટે જવાબદાર છે.કલેક્ટરે વીડિયો કોન્ફરન્સમાં તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને કામગીરીમાં ઝડપ લાવવા માટે જરૂૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે, કોઈ પણ ઇકઘ કામગીરીમાં બેદરકારી દાખવશે તો તેમના પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.