For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ

11:32 AM Oct 21, 2025 IST | admin
રાજકોટ બન્યું ગેસ ચેમ્બર  દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ

દિવાળીના દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચતા અનેક લોકોને આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી

Advertisement

દિલ્હીમાં હવા પ્રદૂષણ તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યુ છે. ત્યારે દીવાળીના તહેવારોમાં દિલ્હી જેવુ પ્રદૂષણ રાજકોટમાં જોવા મળ્યુ છે. ગઇકાલે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં AQI એર કવોલિટી ઇન્ડેકસ 500એ પહોંચતી જતા લોકોને આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હોવાનુ જાણવા મળ્યુ છે. મહાનગર પાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં મૂકવામાં આવેલા એર કવોલિટી સેન્ટરમાં નાના મવા સર્કલ અને જામ ટાવર વિસ્તારમાં એર કવોલિટી ઇન્ડેકસ 500 પહોંચ્યુ હતું.

શિયાળી શરૂઆતમાં શૂકા પવનો ફૂકાતા તેમજ દીવાળી પર્વમાં ફટાકડાના ધૂમાડાના કારણેે રાજકોટના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ સ્થરખતરનાક સ્તરે પહોંચ્યુ હતું. દેશમાં ખરાબ એર કવોલિટસ ઇન્ડેકસમાં આજ સુધી દિલ્હીનો નંબર આવતો હતો. પરંતુ ગઇકાલે દીવાળીના દિવસે જ રાજકોટ શહેરનું પ્રદૂષણ દિલ્હીને પાર થઇ ગયુ હતું અને રોશની જોવા તેમજ ફરવા નીકળેલા અનેક લોકોને આંખોમાં બળતરા અને અમૂકને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હોવાનુ જાણવા મળ્યુ છે.

Advertisement

શહેરમાં વર્ષો બાદ પ્રથમ વખત હવાની ગુણવાતા ખતરનાક સ્થરે પહોંચી હોવાનુ સેન્સરમાં નોંધાયુ છે. જેમાં સૌથી વધુ પ્રદૂષણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અને ત્યારબાદ વેસ્ટ ઝોનમાં વધુ જોવા મળ્યુ હતુ વિસ્તાર મુજબ નાના મવા સર્કલ, જામ ટાવર, સોરઠીયા વાડી સર્કલ અને રામદેવપીર ચોકડીએ સૌથી વધુ પ્રદૂષણ નોંધાયુ હતું.
દિવાળી પર, દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. રાજધાની શહેર ગેસ ચેમ્બર બની ગયું છે. આંખો બળી રહી છે. સોમવારે 38 માંથી 34 મોનિટરિંગ સ્ટેશનોએ પરેડ ઝોનથમાં પ્રદૂષણ સ્તર નોંધ્યું હતું.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ અને ગંભીર શ્રેણીઓમાં છે. હાલમાં, સમગ્ર દિલ્હી માટે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 531 છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ વિસ્તારની આસપાસ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 317 નોંધવામાં આવ્યો હતો.

આજે સવારે ITO ખાતે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 259 નોંધવામાં આવ્યો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે. દિલ્હીના આરકે પુરમની આસપાસ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 368 નોંધવામાં આવ્યો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે.

દિલ્હીના નરેલા વિસ્તારમાં AQI 551 નોંધવામાં આવ્યો હતો, જે સૌથી વધુ નોંધાયેલ છે. અશોક વિહારમાં પણ હવા ગુણવત્તા 493 નોંધાઈ હતી. આનંદ વિહારનો AQI 394 પર પહોંચ્યો હતો. દિલ્હીની બાજુમાં, નોઈડાનો AQI 369 છે, જ્યારે ગાઝિયાબાદમાં 402 નોંધવામાં આવ્યો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ૠછઅઙ) નો બીજો તબક્કો (ૠછઅઙ-2) અમલમાં છે.

રાજકોટમાં વિસ્તાર વાઇઝ પ્રદૂષણ

વિસ્તાર AQI
નાના મવા સર્કલ 500
જામ ટાવર 500
સોરઠિયાવાડી સર્કલ 467
રામદેવપીર સર્કલ 436
આરએમસી સર્કલ 472
જડુસ સર્કલ 116
દેવપરા 115
ગ્રીનલેન્ડ ચોકડી 110
રેસકોર્સ 110

દિલ્હીના કયા વિસ્તારમાં કેટલું પ્રદૂષણ
વિસ્તાર AQI
દિલ્હી 531
નરેલા 551
અશોક 493
આનંદવિહાર 394
ગાઝિયાબાદ 402
નોઇડા 369

Advertisement
Tags :
Advertisement
Advertisement