રાજકોટને મળી વધુ એક દિલ્હીની ફલાઇટ, શિયાળુ સમયપત્રક જાહેર
એર ઇન્ડિયાની ફલાઇટ દરરોજ સવારે ઉડાન ભરશે, ચેમ્બરની રજૂઆતને સફળતા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાહ રોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે સરકાર માં રજુઆતો કરવામાં આવે છે. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ આશરે 25 લાખ જેટલી વસ્તી ધરાવતું શહેર છે. તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે પણ ગણવામાં આવે છે ત્યારે રાજકોટ તથા તેની આસપાસ આશરે બે લાખથી વધુ MSME એકમો આવેલા છે. તેમજ આયાત-નિકાસ પણ દિન પ્રતિદીન વધી રહયું હોય જેથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમજ ઐતીહાસીક સ્થળોથી પથરાયેલ હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ફલાઈટની કનેકટીવીટી વધારવી ખુબ જ આવશ્યક છે.
હાલમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 12 જેટલી ડોમેસ્ટીક ફલાઈટની ટ્રીપો ચાલી રહી છે તેમજ મહિને આશરે 90 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે આટલી ટ્રીપ ખુબ જ ઓછી ગણાય. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બન્ને શહેરો ખાતે મુસાફરી કરનાર વર્ગ ખુબ જ વધારે છે તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવારની દૈનીક ફલાઈટ તથા રાજકોટ-મુંબઈ માટે સવારની અને રીર્ટન સાંજની દૈનીક ફ્લાઈટ શરૂૂ કરવા માટે રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા વિવિધ એરલાઈન્સ કંપનીઓ સમક્ષ રજુઆત કરવામાં આવેલ હતી.
રાજકોટ ચેમ્બરની રજુઆતને સફળતા મળેલ છે અને એર ઈન્ડિયા દ્વારા વિન્ટર શેડયુલ જાહેર કરીને આગમી 26 મી ઓકટોબરથી રાજકોટ થી દિલ્હી માટે સવારની ફલાઈટ શરૂૂ કરવામાં આવનાર છે અને તેનો સમય સવારે 10:10 વાગ્યાનો રહેશે. આમ આ સુવિધા મળવાથી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરો અને ખાસ કરીને વેપાર-ઉદ્યોગકારોને ખુબ જ ફાયદો થશે. વધુમાં રાજકોટ ચેમ્બર દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટો પણ તાત્કાલીક શરૂૂ કરવામાં આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.