દિવ્યાંગ સશક્તિકરણમાં રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ, રાષ્ટ્રપતિના હસ્તે કલેક્ટર ઓમ પ્રકાશનું સન્માન
04:10 PM Dec 04, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લા માટે બુધવારનો રોજ નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાજકોટ જિલ્લાને દિવ્યાંગોના ઉત્કૃષ્ટ કલ્યાણ બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વર્ષ 2025 માટેના રાષ્ટ્રીય વિકલાંગતા સશક્તિકરણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
Advertisement
સમગ્ર ગુજરાતમાં રાજકોટ અવ્વલ દિવ્યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની બાબતમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો છે. આ સિદ્ધિ બદલ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે રાષ્ટ્રપતિના હસ્તે આ ગૌરવવંતો પુરસ્કાર સ્વીકાર્યો હતો.
Advertisement
Advertisement