રાજકોટ જિલ્લા પંચાયતનું રૂા.1091.64 કરોડનું પૂરાંતવાળું બજેટ મંજૂર
પાંચ ઠરાવો મંજૂર કરાયા: કરબોજ વગરના અંદાજપત્રને બહાલી : પંચાયતના વિકાસ કામો માટે 10.80 કરોડની જોગવાઇ, આદિજાતિના શિક્ષણ પાછળ રૂા.20 લાખ વપરાશે, આરોગ્યમાં 10 લાખનો ખર્ચ કરાશે
રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પુરાંતવાળા રૂા. 1091.64 કરોડના બજેટને મંજુરી આપવામાં ાવી તી. વિપક્ષના પ્રશ્ર્નો વચ્ચે શાસકો દ્વારા ખલેલ પહોંચાડવામાં આવતી હોવાનો આક્ષેપ થતાં થોડીવાર માટે સામાન્ય સભાનું વાતાવરણ ગરમાયુ હતુ ઉપરાંત ગ્રામ્યપ્રજા પર એકપણ જાતનો કરબોજ નાખવામાં આવ્યો હતો નહીં. જિલ્લા પંચાયત દ્વારા 2025-26ના અંદાજપત્રમાં સ્વભંડોળમાં પંચાયત અને વિકાસ માટે વિકાસના કામો માટે 10 કરોડ 80 લાખ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખ, શિક્ષણમાં વિચરતી-વિમુક્ત જાતીના દિકરા-દિકરી માટે શિક્ષણ સહાય માટે 20 લાખ, આરોગ્યમાં સગર્ભા માતાઓની ચકાસણી અને સારવાર અંગે તથા થેલેસેમિયા અને સિક્સલેન એનિમિયા સારવાર અગે સહાય માટે 10 લાખ, મહિલા અને બાળ વિકાસમાં રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પુરોપાડવામાટે 32 લાખ, જાહેર બાંધકામ અને સિંચાઈમાં તળાવો અને બંધારાનીનહેરો અને તેનો દેખરેખના કામો માટે 35 લાખ, વરસાદી પાણીનાસંગ્રહ માટેના ગ્રામ્ય ક7ાના કામો માટે 25 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસુચિત જાતિનાસર્વાગી વિકાસ માટે 50 લાખ. જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા પ્રતિ સૈનિકના પરીવારને રૂૂ.2 લાખ ચુકવવા 10 લાખ, વર્ગ -3 તથા વર્ગ-4 ના જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ સિવાયના (પ્રાથમિક શિક્ષકો અને કેળવણી નિરીક્ષક તથા શાળાઓ હસ્તકનો સ્ટાફ) કર્મચારીઓને ચાલુ નોકરી દરમ્યાનઅવસાનના કિસ્સામાં નાણાકીય સહાય ચુકવવા પ્રતિ સ્વ. કર્મચારીના કુંટુંબ દીઠ 1 લાખ ચુકવવા 10 લાખની જોગવાઇ કરવામા આવે છે.
નાશી સશક્તિકરણ સ્વાપ્નને સાર્થક કરવાની દિશામાં એક પ્રયત્ન સ્વરૂપે જિલ્લા પંચાયતના તમામ મહિલા સદસ્યઓને સ્ટેમ્પ ડ્યલુટી ગ્રાન્ટ (સ્વભંડોળ) પુરુષ સદસ્યઓ કરતા એક લાખથી વધુ ફાળવવા જોગવાઈ કરવામાં આવે છે.
જિલ્લા પંચાયતના તમામ સત્સ્યઓ પોતાના સ્વભંડોળ ગ્રાન્ટ સને 2025 26માથી તમામ સત્સ્યશ્રીઓ રુપિયા એક લાખ ફાળવીને કુલ 36 લાખની રકમ જિલ્લાની સરકારી સંસ્થાઓ (ઙઇંઈ/ઈઇંઈ,પેટા આરોગ્ય કેન્દ્રો) પર જે બહેનો ડીલીવરી કરાવશે અને તેમને ત્યા દિકરીનો જન્મ થશે તે તમામ માતાઓને મમતા કીટ આપવામા આવશે જે કીટમા માતા અને દિકરી માટે કપડા,નેપકીન,ડેટોલ,સાબુ,પોષણ માટેનો જરુરી આહાર,જરુરી દવાઓનો સમાવેશ કરવામા આવશે અને તે સખીમંડળની બહેનો પાસેથી ખરીદવામા આવશે જેથી તેઓને પણ રોજગારી મળી રહે.
પ્રિમુખને મળતી એઈછિક ગ્રાન્ટ સને 2025 - 26 માથી માથી રકમ રુપિયા 5.00 લાખ ફાળવીને રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જન સુવિધા કેન્દ્ર શરૂૂ કરવામા આવશે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આધાર કાર્ડ,આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ વગેરીની કામગીરી જિલ્લા પંચાયત ખાતેથી હવેથી થઈ શક્શે. જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી ગ્રાંટ(સ્વભંડોળ) માથી સને 2020 - 21 થી સને 2024 - 25 દરમિયાન સદસ્ય દ્વારા પોતાના વિસ્તારમા સુચવેલ કામો ચૂંટણી આચાર સહિતા,જુના જઘછ, અન્ય કારણોસર શરુ ન થઈ શકેલ હોય અથવા પુર્ણ ન થઈ શકેલ હોય,જે ધ્યાને લઈ આ કામો પુર્ણ કરવા માટે તા.31/12/2025 સુધી નો મુદત વધારો કરવા આજની ખાસ સામાન્ય સભામા ઠરાવ મંજુર કરવામા આવ્યો. મનરેગા શાખાનુ વર્ષ 2025 26 નુ રાજકોટ જિલ્લાના કુલ 11 તાલુકાઓનુ લેબર બજેટ આજની ખાસ સામાન્ય સભામા ઠરાવ મંજુર કરવામા આવ્યો.
આરોગ્ય કેન્દ્ર અને મોટાભાગની શાળાઓમાં ઓનલાઈન હાજરીની વ્યવસ્થા જ નથી
રાજકોટ જિલ્લામાં નઘરોળ તંત્ર હોય તેવો ઘાટ સર્જાયો છે. જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોમાં અને જિલ્લાની 107 શાળામાં ઓનલાઈન હાજરી પુરવાની કોઈ વ્યવસ્થા જ નથી. છેવાડાના લોકોને ડોક્ટરના અભાવે જિલ્લાકક્ષાએ સારવાર માટે લંબાવવું પડે છે. કર્મચારી નોકરીના સ્થળે હાજર છે કે નહીં તેનો ખ્યાલ આવતો નથી.
સામાન્ય સભાની ગરિમા જાળવવા ટકોર કરતા જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસક પક્ષ બાદ વિપક્ષની પ્રશ્ર્નોતરી શરૂ થતાં સભ્યો દ્વયારા સામ સામે આક્ષેપબાજી થઈ હતી અને સામાન્ય સભાની મર્યાદા જાળવાય તેવી માંગ વિપક્ષ દ્વારા કરાઈ તી. પ્રશ્ર્નોતરી કામ દરમિયાન સામાન્ય સભાની ગરીમા જાળવવા જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા સભ્યોને ટકોર કરવામાં આવી હતી.
દબાણોનો સરવે કરી રિપોર્ટ આપવા સૂચના
રાજકોટ જિલ્લામા આ તમામ 600 જેવા ગામોમા કોઇક જગ્યાએ ગૌચર કે કોઇક જગ્યાએ સરકારી ખરાબો અથવા ગામતળ પર નાના - મોટા દબાણો થયેલ હોય છે જેના લીધે ઘણી વાર સ્થાનીક લેવલે પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારમા લોકો વચ્ચે નાના મોટુ ઘર્ષણ થાય છે.જેથી તમામ ગ્રામ પંચાયતમા સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા આનો નિષ્પક્ષ સર્વે કરી માહીતી આપવાનો ઠરાવ આજની ખાસ સામાન્ય સભામા ઠરાવ મંજુર કરવામા આવ્યો.
જિલ્લાપંચાયતનું નબળું કામ ચલાવી લેવાશે નહીં: વિપક્ષ
રાજકોટ જિલ્લા પંચાયતનું જુનું બિલ્ડીંગ પાડી અને નવુ બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે નવા બિલ્ડીંગને વર્ષો સુધી કઈ ન થાય અને ઈમારત મજબુત બને તે માટે 36 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. અને જો બાંધકામ નબળુ થશે તો તે ચલાવી લેવાશે નહીં. તેમ વિપક્ષીનેતા મનસુખ સાકરિયાએ ચિમકી આપી હતી.
તલાટીઓ દાખલામાં સહી કરાવવા માટે અઠવાડિયા સુધી ધક્કા ખવડાવે છે
ગ્રામ્ય વિસ્તારના અરજદારોને નાના મોટા દાખલાઓ માટે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા ન પડે માટે ગ્રામ્ય પંચાયતમાંતલાટીની નિમણુંક કરવામાં આવી છ ે. પરંતુ તલાટી હાજર નહીં હોવાની બુમારણો ઉઠી રહી છે અને એક સહિ કરાવવા અરજદારોને અઠવાડિયા સુધી ગ્રામ પંચાયતના ધક્કા ખાવા પડી રહ્યાછે. તલાટીઓ ઉડાવ જવાબ આપતા હોવાના આક્ષેપ થયા હતાં.