જયેશભાઇ રાદડિયાના નેતૃત્વમાં પ્રગતિનાં શીખરો સર કરતું રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્ર: કોરાટ
રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન તથા માન. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહીત મંત્રીઓ, ધારાસભ્યઓ અને રાજકોટ જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓના હોદેદારો તેમજ હજારોની સંખ્યામાં જીલ્લાના ખેડૂતોની ઉપસ્થિતિમાં રેષકોર્ષ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
આ વાર્ષિક સાધારણ સંમેલનમાં જયેશભાઈ રાદડિયાએ આ સહકારી મહાસંમેલનમાં રાજકોટ જીલ્લાની મંડળીઓ અને ખેડૂતોની ઉન્નતી અને વિકાસ માટે વિવિધ જાહેરાત કરી હતી. જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં રાજકોટ જીલ્લા બેંકે પ્રગતિના શિખરો સર કરીને જીલ્લા અને રાજ્યના ખેડૂતોનો વિશ્વાસ કાયમ રાખ્યો છે. જેમાં, રાજકોટ જીલ્લા બેંકની થાપણ 2017માં 3905 કરોડ હતી, જે વધીને 2025માં 9770 રૂૂ. થઈ છે, જેમાં 5865 કરોડનો વધારો થયો છે, બેંકનું ધિરાણ 2017માં 3075 કરોડ હતું, જે 2025માં 6875 થયું છે, જેમાં 3800નો વધારો થયો છે. બેંકનુ રોકાણ 1568 કરોડ હતું, જે 2025માં 4498 થયું છે, જેમાં 2930નો વધારો થયો છે. બેંકનો નફો 2017-18માં 80 કરોડ હતો જે વધીને 2025માં 269 કરોડનો થયો છે. જેમાં 189નો વધારો થયો છે. નફાની રકમમાંથી 15 ટકા ડિવિડન્ડ જાહેર કરાયું છે.
બેંક પાસે રૂૂ. 9770 કરોડની થાપણ અને કુલ ધિરાણ રૂૂ. 6875 કરોડ છે. 31 માર્ચ 2025ની સ્થિતિએ બેંકનું ગ્રોસ પ્રોફિટ રૂૂ. 269 કરોડ નોંધાયું છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત 3.63 લાખ કાર્ડ ઈશ્યૂ કરાયા છે 12 દૂધ ઉત્પાદકોનાં અકસ્માતમાં દુ:ખદ મોત થયા હતા. તેમનાં પરિવારોને કુલ રૂૂ. 1.20 કરોડ ચુકવવામાં આવ્યા છે. પશુ સંવર્ધન અને સારવાર સહિતનાં કાર્યો પાછળ રૂૂ. 4.73 કરોડ ચુકવવામાં આવ્યા છે. માન. જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં જીલ્લાની તમામ સહકારી સંસ્થાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જે બદલ પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે અભિનંદન પાઠવ્યા છે.