રાજકોટના ડીજીજીઆઈની ટીમના ગાંધીધામમાં ગુટખાની પેઢી પર દરોડા
એક દેશ-એક કર એટલે કે જીએસટીની અમલવારી કરાવી અને કેન્દ્ર સરકારે વિવિધ પ્રકારની ટેક્ષચોરીની ડામવાની દીશામાં એક ઐતિહાસીક કમદ ઉઠાવ્યુ હતુ. અને ટેક્ષચોરી અટકી જશે તેવુ મનાતુ હતુ પરંતુ કેટલાક ભેજાબાજો જીએસટીના કાયદાની અમલવારી બાદ પણ ટેક્ષચોરીને બિનધાસ્ત રીતે ધમધમાવતા જ રહેતા હોય છે. આવી જ એક પેઢી સેન્ટ્રલ જીએસટી ડીજી જી આઈ એટલે કે ડાયરેકટર જનરલ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ (જીએસટી)ની ગાંધીધામની ટીમના હડપેટે ચડવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
ગાંધીધામ શહેરમાં મેઈન બજારમાં આવેલી ગોવિંદરામ તનુમલ અને રાજ એજન્સી નામની ગુટખાના હોલસેલ વિક્રેતાની પેઢી પર તા.1પમી જુલાઈના રોજ સાંજના સમય ચોકકસ માહીતીના આધારે ડીજીજીઆઈની ચારથી વધુ અધિકારીઓની ટીમએ સર્ચ હાથ ધર્યુ હોવાની વાત સામે આવવા પામી રહી છે.
ગુટખાના હોલસેલ વીક્રેતાઓને ત્યા પહોચી અને કલાકો સુધી વિવિધ પ્રકારની વિગતોનુ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ.આ મામલે બિન સત્તાવાર રીતે મળતી વીગતો મુજબ ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીની ઈન્ટેલીજન્સ બ્રાન્ચ એટલે કે ડીજીજીઆઈના ડેપયુટી ડાયરેકટર જેઓ હાલ રાજકોટમાં બિરાજમાન છે તેવા વિક્રમ આર.કે ના નેતૃત્વ તળેની ટુકડીએ ગોવિદરામ તનુમલ નામની પેઢીમાં તેઓને મળેલી બાતમીના આધારે સર્ચ હાથ ધર્યુ હતુ.
કલાકો સુધી ચાલેલી સર્ચની કાર્યવાહીમાં ટેક્ષ ચોરી બહાર આવી છે કે નહી? આવી છે તો કેવા પ્રકારે કરવામાં આવી છે? કેટલી કરાઈ હતી? તે સહીતની માહીતીઓ પર રહસ્યનો પડદો હજુય પણ તપાસ ચાલુ હોવાથી પડેલો જ રહ્યો છે. હાલમાં તપાસનીશ ટુકડીએ કરેલ સર્ચ બાદની આંતરીક કાર્યવાહીઓ ચાલી રહી હોવાથી ટેક્ષચોરીનો પ્રકાર અથવા તે મામલે સબંધિત એજન્સી મગનું નામ મરી પાડવાનું ટાળી રહી છે. જો કે, કાર્યવાહી કરવામાં આવી હોવાનુ અને કરચોરી પણ બહાર આવી જ શકશે તેવુ જાણકારો સુત્રો માની જ રહયા છે.