રાજકોટ DCP ક્રાઇમને અપાયું ભવ્ય વિદાયમાન
05:55 PM Aug 22, 2025 IST | Bhumika
રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ બદલીનો ધાણવો કાઢતા રાજકોટ ડીસીપી ક્રાઇમ તરીકે ફરજ બજાવતા ડો.પાર્થરાજસિંહ ગોહિલની બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરીકે બદલી થઇ છે. ત્યારે ગઇકાલે ડો.પાર્થરાજસિંહ ગોહિલે ચાર્જ છોડતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ભવ્ય વિદાયમાન અપાયું હતું. સ્ટાફ દ્વારા કુલા વરસાવી, કારને ફૂલથી શણગારી વિદાય આપવામાં આવી હતી અને નવા પોસ્ટીંગમાં શ્રેષ્ઠ કામગીરી માટે શુભકામના પાઠવી હતી.
Advertisement
Advertisement