રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેરના રૂા. 60 કરોડનું ચૂકવણું
821 દૂધ મંડળીના 60,590 સભ્યોના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર કરતા સહકારી નેતા જયેશ રાદડિયા
કરકસર યુક્ત વહીવટના કારણે રાજકોટ ડેરીના 80 કરોડ નફાની 70 ટકા રકમ પશુ પાલકોને ચૂકવી : ગોરધનભાઈ ધામેલિયા
રાજકોટ ડિસ્ટ્રી. કો-ઓપ. બેંકના ચેરમેન, ઈફકોના ડિરેક્ટર અને યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના માર્ગદર્શન અને હાજરીમાં રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા, ઈ.મેનેજીંગ ડિરેકટર અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને વર્ષ 2024-25 નાં નફામાંથી રાજકોટ ડેરીના ઈતિહાસમાં સૈાથી ઉચો પ્રતિ કીલો ફેટે રૂૂા.60 લેખે 821 મંડળીઓના 60590 દૂધ ઉત્પાદકોને કુલ રૂૂા.60 કરોડ ની જંગી રકમનો વચગાળાનો અંતિમ દૂધ ભાવ ચુકવવાની જાહેરાત કરવામાં આવેલ.
આ જાહેરાતના અનુસંધાને વિભાગના વિભાગીય વડાની ઉપસ્થિતિમાં જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે 60590 દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રૂૂા.60 કરોડની રકમ ઓનલાઈન ડાયરેકટ જમા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ઉત્પાદકોનાં બેંક ખાતામાં ડાયરેક્ટ અંતિમ દૂધ ભાવની રકમ જમા કરાવવાની પહેલ કરનાર રાજકોટ દૂધ સંઘ પ્રથમ સંઘ છે આ સાથે દૂધ સંઘ સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના તાલુકામાંથી તેમજ મોરબી, જામનગર અને જુનાગઢ જિલ્લામાંથી મંડળીમાં વર્ષ દરમ્યાન વધુ દૂધ ભરાવેલ શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું.
આ સાથે જયેશભાઈ રાદડીયાએ જણાવેલ હતુ કે રાજકોટ દૂધ સંઘ દ્વારા જાહેર કરાયેલ રૂૂા. 60 કરોડ ના વચગાળાના અંતિમ દૂધ ભાવથી પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે વધુ વેગ મળશે અને પોતાની આર્થિક સ્થિતીમાં સુધારો લાવી શકશે.
સંધનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવેલ હતુ કે સંઘ દ્વારા કરકસર યુક્ત વહીવટ, દૂધની ગુણવતા અને દૂધ સંપાદન તેમજ માર્કેટીંગ વધવાને કારણે રાજકોટ ડેરીનાં ઈતિહાસમાં આ વર્ષે સૌથી વધુ નફો થયેલ છે. જેના કારણે આપણે પશુપાલકોને ઐતિહાસીક જંગી રકમ રૂૂા. 60 કરોડનો અંતિમ દૂધ ભાવ ચુકવી શકેલ છે. સંઘે વર્ષ 2024-25માં રૂૂા.1142 કરોડનું ટર્નઓવર કરી રૂૂા.80 કરોડનો જંગી કાચો નફો કરેલ છે. સંથે સરેરાશ નફાની 70% 2કમ પશુપાલકોને 52ત ચુકવેલ છે. આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા ઉપરાંત પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા તથા બોર્ડના સભ્યો ઉપરાંત રા.લો. સંઘના સભ્ય વિજય સખિયા સહિતના આગેવાનો તથા પશુ પાલકો ઉપસ્થિત રહ્યા હતાં.