ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો

11:17 AM Apr 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ દૂધ સંઘનાં અધ્ય ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે.

Advertisement

હાલની ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂૂા.10/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા. 800/- કરવા નિર્ણય નક્કી કરેલ છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા. 790/-ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંધ દ્વારા તા. 11/04/2025 થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂૂા.800/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા.795/- ચુકવશે.

આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા તરફથી ક2વામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsmilk purchase pricerajkotRajkot dairyrajkot news
Advertisement
Advertisement