ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ ડેરી દ્વારા ચોથી વખત દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો

11:51 AM May 20, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમા ફરી વખત રૂ. 10 નો વધારો કરવામા આવ્યો છે. છેલ્લા દોઢ માસમા આ ચોથી વખત ભાવ વધારો દૂધ ઉત્પાદકોને આપવામા આવેલ છે.

Advertisement

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલની પરીસ્થીતી ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂૂા. 10/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા.820/- કરવા નિર્ણય નક્કી કરેલ છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા.810/-ચુકવવામાં આવી રહયો છે.

દૂધ સંઘ દ્વારા તા. 21/05/2025 થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂૂા.820/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા.815/- ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા તરફથી કરવામાં આવેલ છે

Tags :
gujaratgujarat newsrajkotRajkot dairyRajkot Dairy milk
Advertisement
Next Article
Advertisement