બાબુ ચુનાની પેકીંગ ડિઝાઈનની કોપી કરતું ખેડૂત ચુના પર રાજકોટ કોર્ટ દ્વારા પ્રતિબંધ
બાબુ લાઈમ કંપનીએ રાજકોટની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ખેડૂત પાર્સલ સામે ટ્રેડમાર્ક તેમજ કોપીરાઈટના ભંગનો દાવો દાખલ કરેલ જેમાં નામદાર કોર્ટના પ્રિન્સીપાલ જજ વી.બી.ગોહિલ સર દ્વારા તા: 30મી મે ના કાલાવડ સ્થિત પટેલ ગૃહ ઉદ્યોગના ખેડૂત ચુનાના દેખાવ (આર્ટિસ્ટીક વર્ક)ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ કેસમાં "ખેડૂત પાર્સલ" નામે વેચાતા ચુનાના પેકિંગમાં "બાબુ પાર્સલ" જેવુ હળતું ભળતું કલર કોમ્બીનેશન અને દેખાવનો ઉપયોગ જોવા મળ્યો હતો. ખેડૂત પાર્સલ ચુનાનું કોપીરાઈટ રજીસ્ટ્રેશન અને નામ અલગ હોવા છતાં બાબુ લાઈમ કંપનીને પ્રથમ વાપરનાર અને પ્રાયર કોપીરાઈટના હક ધરાવે છે. નામદાર કોર્ટે ખેડૂત પાર્સલ ચુનાને ગ્રાહકો અને જાહેર જનતા માટે ભ્રમજનક અને નકલરૂૂપ માન્યું કારણ કે ખાસ કરીને એફએમસીજી ક્ષેત્રમાં નામની જેમ પેકિંગ પણ પ્રોડક્ટની મુખ્ય ઓળખ છે તથા ખેડૂત પાર્સલ ચુનાને બાબુ પાર્સલ ચુનાના ડિઝાઈનવાળા કોઈપણ ઉત્પાદનો વેચવા, બનાવવા કે જાહેર કરવા પર તથા સોશિયલ મીડિયા કે અન્ય કોઈ જાહેરાત માધ્યમ પર નકલ કરેલી ડિઝાઈનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
નામદાર કોર્ટ દ્વારા બાબુ લાઈમ કંપનીની લાંબા સમયથી બનાવેલી ઓળખ અને ગ્રાહકના વિશ્વાસને કાયદાકીય રક્ષણ આપ્યું છે તથા કેસના અંતે આરોપી પાસેથી ખર્ચ વસૂલવાની શક્યતા છે અને આરોપી જો નકલ ચાલુ રાખેતો કોર્ટ વધુ કડક પગલાં લેશે.
જજે કહ્યું કે ગામડા અને અભણ વિસ્તારોના ગ્રાહકો મોટેભાગે પેકિંગ જોઈને પ્રોડક્ટ ઓળખે છે, અને એ રીતે જો કોઈ નકલ કરે તો તે કાયદેસર નથી. બ્રાન્ડની ઓળખ ફક્ત નામથી નહીં પણ તેની ડિઝાઈન, રંગ, લેઆઉટ અને સમગ્ર દેખાવથી બને છે. (2) આ નકલ કિસ્સો સવિચારિત અને ગ્રાહકોને ભ્રમમાં મૂકે તેવો હોવાનું સ્પષ્ટ થયું છે. (3) ચુકાદામાં વિશેષ રીતે ધ્યાન આપ્યું કે ગામડાઓ અને અભણ ગ્રાહકો બ્રાન્ડની ઓળખ ડિઝાઈન અને રંગોથી કરે છે. નકલથી તેઓ ભ્રમમાં પડી શકે.
કોપીરાઈટ ભંગનો ગુનો એટલે કે જયારે બ્રાન્ડનું નામ ભલે જુદું હોઈ પરંતુ કોઈ કંપનીના કોપીરાઈટ રજીસ્ટર કરાવેલા દેખાવ એટલે કે ડીઝાઈન અને કલરનું કોમ્બીનેશન હળતું ભળતું કરે, ટ્રેડ ડ્રેસનો ઉપયોગ કરે જેથી ગ્રાહક છેતરાઈ છે ત્યારે કોપીરાઈટ ભંગનો ગુનો લાગુ પડે છે. કોપીરાઈટના ગુનામાં ગુનેગાર તરીકે કોપીરાઈટ ભંગવાળી પ્રોડક્ટ છાપનાર પ્રિન્ટર (પ્રિન્ટીંગ પ્રેસવાળા), માલ બનાવનાર મેન્યુફેક્ચર અને માલ વેચનાર વેપારી ઉપર પણ કોપીરાઈટનો ગુનો લાગુ પડે છે.