રાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયો
તાલાળા પોલીસે રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટ મામલે લાંબા સમયથી ફરાર આરોપીની તાલાલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 60 વર્ષીય નારણભાઈ જીવાભાઈ વાળાને પીપળવા ગામની વાડીમાંથી ઝડપી લીધા છે.
જુનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાળા પોલીસે આ કામગીરી કરી હતી. આરોપી સામે રાજકોટ કોર્ટમાં વર્ષ 2021માં ફોજદારી કેસ નંબર 45214 હેઠળ સજા વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું.તાલાળાના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન. ગઢવીની સૂચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.વી. પરમાર, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ સાંખટ અને નિર્મળસિંહ સિસોદિયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. આરોપી તાલાળાની ગજાનંદ સોસાયટી, લેઉવા પટેલ સમાજ રોડ પર રહે છે અને ખેતીનો વ્યવસાય કરે છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો છે.