અમિત ચાવડાની વરણી થતા રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉજવણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે અમિત ચાવડાની વરણી કરાઇ છે. તેમની વરણી થતા કાર્યકરોમાં નવી ઊર્જા અને પાર્ટી સંગઠનથી લઈ વિધાનસભા સુધીના વિશાળ અનુભવથી પાર્ટીનું નેતૃત્વ મજબૂત બનશે અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો.
તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે.તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા સ્વતંત્ર સેનાની હતા અને સાંસદ પણ રહી ચૂક્યા છે.તેમના જીવનના શરૂૂઆતના દિવસોથી જ તેઓ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. તેઓ ગજઞઈં અને પછી ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. 2004 અને 2007માં તેઓ બોરસદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા અને પછીથી 2012, 2017 અને 2022માં તેઓ અંકલાવ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા એટલે કે સતત 21 વર્ષથી તેઓ વિધાનસભાના ગૃહમા સભ્ય તરીકે રહ્યા છે.તેમને 2018માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ત્યારે તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી યુવા પ્રમુખોમાંના એક હતા. તેમની ફરી નિમણૂક સાથે કોંગ્રેસને એક અનુભવી નેતૃત્વ મળ્યું છે જે બધાને સાથે રાખીને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીમાં અમિત ચાવડા પક્ષને નવી દિશા અને સફળતા અપાવશે તેવી કાર્યકરોમાં ભરોસાભર્યું વાતાવરણ હાલ તો સર્જાયું છે. અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં રાજકોટના બહુમાળી ચોક ખાતે રોહિતસિંહ રાજપુત સહિતના આગેવાનોએ ફટકડા ફોડી,મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.