રાજકોટની કંપનીએ તેલંગણાની ઇન્ડસ્ટ્રીઝ સામે કરેલો દાવો મંજૂર: 60.13 લાખ 9 ટકા સાથે ચુકવવા હુકમ
રાજકોટમાં ખુબજ સારી નામના ધરાવતી ડી.એમ.એલ. એકઝીમ પ્રા. લી. કંપનીએ તેલંગણાની કંપની પાસેથી કોટન બેલ્સની જથ્થાબંધ ખરીદી પેટે આરટીજીએસથી રૂૂ. 60.13 લાખ મેળવ્યા છતાં માલ સપ્લાય નહિ કરવા ઉપરાંત રકમ પરત નહિ કરતા વસુલાતના દાવામાં રાજકોટની કોમર્શિયલ કોર્ટે તેલંગણાની કમલ જિનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને રૂૂ. 60.13 લાખ નવ ટકા વ્યાજ સાથે ડીએમએલ કંપનીને ચૂકવી દેવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટમા એગ્રિકલ્ચર કોમોડિટીની લે-વેચ કરવાનું કામ કરતી ડી.એમ.એલ. એકઝીમ પ્રા. લી. (405, એમ્બેસી ટાવર, જયુબેલી ગાર્ડન સામે, જવાહર રોડ, રાજકોટ) એ તેલંગણાની પ્રતિવાદી કંપની કમલા જિનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ (4-3-58/ 3ઉ, બેસનાર રોડ, ભૈનિસા, જિ. નિરામલ) પાસેથી જથ્થાબંધ કોટન બેલ્સ ખરીદવા એડવાન્સમાં એડવાન્સમાં એડવાન્સમાં આરટીજીએસથી રૂૂપિયા 60.13 લાખ મોકલ્યા હતા. પરંતુ તેલંગણાની કંપનીએ ઓર્ડર મુજબ કોટન બેલ્સ મોકલાવ્યા ન હતા. તેથી રૂૂા. 60.13 લાખ પરત મેળવવા રાજકોટની ડી એમ એલ કંપનીએ તેના એડવોકેટ કિશન એમ. પટેલ મારફતે તેલંગાણાની કમલા જિનિંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી. તેમજ તેમના ડિરેકટરોને લીગલ નોટીસ પાઠવ્યા છતા પ્રતિવાદીઓએ રકમ ન ચુકવતા રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં વસુલાત દાવો દાખલ કર્યો હતો. સદરહુ દાવામાં રાજકોટના કોમર્શીયલ કોર્ટના જજે રૂૂા. 60,13,072.54/- બાકી રકમ 9 % વ્યાજ સાથે ચુકવવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં વાદી કંપની વતી જાણીતા એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, જયેશ પી. નાગદેવ, પાર્થરાજસિંહ એમ. જાડેજા, હર્ષવર્ધનસિંહ વી. જાડેજા, આદમશા જી, શાહમદાર રોકાયા હતા.