For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ બન્યું ‘રામકોટ’ માનસ સદ્ભાવના રામકથાનો મંગલ પ્રારંભ

05:49 PM Nov 23, 2024 IST | Bhumika
રાજકોટ બન્યું ‘રામકોટ’ માનસ સદ્ભાવના રામકથાનો મંગલ પ્રારંભ
Advertisement

ભવ્ય પોથીયાત્રાનું શહેરીજનો દ્વારા ઠેરઠેર સ્વયંભૂ સ્વાગત, ‘જય જય શ્રી રામ’ના ગગનભેદી નારા ગુંજ્યા, ઉત્વસવ જેવો માહોલ, રામકથાની વહેતી ધારામાં ભાવિકો તરબોળ

ડી.જે. બેન્ડની સાથે નાસિક ઢોલ, રાસ મંડળીઓ, બગી, હાથી-ઘોડાઓ અને ભજન-કીર્તન મંડળીઓએ પોથીયાત્રામાં કરી જમાવટ

Advertisement

સ્કાઉટ ગાઇડ, એન.એસ.એસ., એન.સી.સી.ની બહેનોેએ મશાલ અને ધ્વજ સાથે રામાયણના પ્રસંગોની થીમ રજૂ કરી ભાવિકોને કર્યા મંત્રમુગ્ધ

રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમના વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂજય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે પોથીયાત્રા પૂર્વે મુંજકામાં પરમાત્માનંદ સરસ્વતીનો આશ્રમ આર્ષ વિદ્યામંદિર, સવારથી જ દિવ્ય માહોલ, પક્ષીઓના કલરવ, હરિયાળી વચ્ચે પોથી પુજન કાર્યક્રમનો સોમેશ્વર મહાદેવ મંદિરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુરૂૂ શરણાનંદી (રમણ રેતી), પરમાત્માનંદજી અને મોરારિબાપુએ ઉપસ્થિત રહી શ્ર્લોક ગાન સાથે અને વિદ્વાન ભુદેવો ધ્વારા શાસ્ત્રોકત-વૈદોકત મંત્રોચ્ચાર સાથે પોથીજીનું પૂજન કરાયું હતું. આ પોથીપૂજનમાં 50થી વધુ યજમાનોએ લહાવો લીધો હતો. આર્ષ વિદ્યામંદિર ખાતે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં પરમાત્માનંદજી, યજમાન તરીકે ઉપસ્થિત બાલાજી વેફરવાળા ચંદુભાઈ વિરાણીઅને અગ્રણી ઉદ્યોગપતિ નરોતમભાઈ પરસાણા તથા તેમના પત્ની અંજનાબેન પરસાણાએ જણાવેલ કે સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ ઘ્વારા વડિલોની સેવા, વૃક્ષોનું જતન, અબોલ પશુઓની સારસંભાળ જેવી સેવાપ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે આ સત્કાર્ય માત્ર સદભાવના જ કરે તેવુ નહી, પરંતુ આ કામ જન-જનએ તેમા સહભાગી થઈને આ સેવાયજ્ઞમાં જોડાવું જોઈએ. ત્યારે વૈશ્વિક રામકથાના માધ્યમથી સમગ્ર સમાજ આ સત્કાર્યમાં જોડાઈ પર્યાવરણના આ મહાયજ્ઞનો શુભારંભ કરશે.

આ વૈશ્વિક રામકથાની શરૂૂઆત પૂર્વે પ્રથમ ચરણ એવુ પોથીપૂજન બાદ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા વિરાણી હાઈસ્કુલ, ગ્રાઉન્ડથી શરૂૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોચી હતી. આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભક્ત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર બીરાજમાન કરી પોથીયાત્રામાં જોડાયેલ હતા. સાથે ડી.જે. બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગી ની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.

તેમજ વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો આકાશમાં ચમકી રહેલા નક્ષત્રોની જેમ પોથીયાત્રામાં દ્રશ્યમાન થયા હતાં અને અલગ-અલગ આકર્ષક બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપ્યો હતો.સાથે ખૂલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોથીયાત્રામાં પ્રદર્શન ફલોટસ, વાનર સ્વરૂૂપ, બાહુબલી હનુમાન સ્વરૂૂપ, રામ સ્વરૂૂપ, દેવી-દેવતાઓ સ્વરૂૂપ, મીકકી માઉસ કલોન સાથે વિશાળ ભકતવૃંદએ પોથીયાત્રાની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી, તો ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફુલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રધ્ધાળુઓએ રથ સાથે ભજન-કિર્તનની જમાવટ કરી હતી અને સર્વત્ર ’જય જય શ્રી રામ’ નો નાદ સાથે ગગન ગુંજી ઉઠ્યું હતું, પોથિયાત્રામાં સ્કાઉટ ગાઈડ, એન.એસ.એસ., એન સી સી ના બહેનોએ મશાલ અને ધ્વજ સાથે પોથીયાત્રાની શરૂૂઆત કરી હતી. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કુલના બાળકોએ જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ રજુ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પોથીયાત્રામાં શહેરના રાજકીય અગ્રણીઓ, સામાજિક, સેવાકીય, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, પોલીસ કમિશનર, વિવિધ અધિકારીગણ તથા ધર્મપ્રેમી શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ પોથીયાત્રાને સફળ બનાવવા સમગ્ર ટીમ છેલ્લા એક મહિનાની જહેમત ઉઠાવાઈ હતી. ત્યારે આ પોથીયાત્રાનાને સફળ બનાવવા પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા, અજયભાઈ રાજાણી, મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજજર, કશ્યપ મેંદપરા, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલલ્યા, વિલાસબેન રૂૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાળીયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષાબેન વાઘેલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

પ્રથમ વખત મોરારિબાપુ પોથી પૂજનમાં ઉપસ્થિત રહ્યા
આજના પોથીપૂજનમાં મોરારિબાપુ ઉપસ્થિત રહયા હતા. મોરારિબાપુ અત્યાર સુધી કોઈ કથામાં પોથીજી પૂજનમાં હાજર નથી હોતા, પરંતુ માનસ સદભાવના કથાના પોથીપૂજનમાં પ્રથમ વાર ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રવિવારે રામકથા માનસ સદ્ભાવનામાં હાજરી આપશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં રવિવારે હાજરી આપશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ છે. તેઓ આર્ય સમાજના પ્રચારક અને શિક્ષણવિદ છે. તેમણે કુરુક્ષેત્ર, હરિયાણામાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી છે. ગુજરાતમાં 10 લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી ત્યજીને ગાયોના સંવર્ધન સાથે ધરતીમાતાને ઝેરમુક્ત કરી છે તથા નફાનો પાક લણવા સાથે સ્વસ્થ જીવન જીવવા તરફ જબરદસ્ત આગેકૂચ કરી છે.તેમણે ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપીને ખેડૂતોને જાગ્રત કરવાનું અભિયાન ચલાવ્યું છે એ સફળ થયું છે.

રેડિયો રાજકોટ દ્વારા કથા લાઇવ સાંભળી શકાશે
રાજકોટના આંગણે મોરારિબાપુની માનસ સદ્ભાવના વૈશ્વિક રામકથા રેડીયો દ્વારા સમગ્ર વિશ્વમાં સાંભળી શકાશે. વૈશ્વિક રામકથાનું રેડીયો રાજકોટ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં કથા સમય તા.23 નવેમ્બર,2024 ના સાંજે 4 થી 6:30, તા.24 નવેમ્બર,2024 થી તા.1 ડિસેમ્બર,2024 સવારે 9 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ કથાશ્રવણનું રેડિયો રાજકોટ 89.6 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેના માધ્યમથી વિશ્વભરના લાખો શ્રોતાઓ રેડિયો અને મોબાઈલ દ્વારા રામકથા શ્રવણનો લાભ લઈ શકશે. જેના માટે રેડિયો રાજકોટ 89.6 એફએમના સ્ટેશન ડિરેકટર સંજય મહેતા, મોબાઈલ નં. 9104392544, નો સંપર્ક કરવાનો રહેશે. રેડિયો રાજકોટ 89.6 દ્વારા વિશ્વભરમાં કથાશ્રવણનું જીવંત પ્રસારણ સૌજન્ય ચિત્રકૂટ ધામ તલગાજરડા અને સંગીતની દુનિયા,ઓડિયો સોર્સ : સંગીતની દુનિયા, તલગાજરડા રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement