રાજકોટ બાર એશો.ની ચૂંટણી: આરબીએ પેનલના દાવેદારોએ નામાંકન પત્ર રજૂ કર્યા
રાજકોટ બાર એશોસીએશનની ચૂંટણીમાં દર વર્ષે ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે જંગ જામે છે. ત્યારે આ વર્ષે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ ફરી ભાજપ પ્રેરિત વકીલોના બંને જૂથ સામસામે આવી ગયા છે. આગામી તા.19/12/2025 ના રોજ યોજાનાર ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલ દ્વારા ગઈ કાલે ઉમેદવારી નોંધાવી હતી. તો આજે હરીફ જૂથની આરબીએ પેનલના ઉમેદવારોએ સિનિયર જુનીયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2025-26ની તા.19/12/2025 ના રોજ યોજાનાર ચુંટણીમાં ફરી ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે ચાલતો જૂથવાદ ફરી સામે આવ્યો છે. લીગલ સેલ દ્વારા નસ્ત્રસમરસ પેનલસ્ત્રસ્ત્રને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. તો હરીફ જૂથ દ્વારા આરબીએ પેનલને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. બંને જૂથ બાર એસોસિએશનની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારોએ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે બપોરે 12.39 કલાકે આરબીએ પેનલના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરા, ઉપ પ્રમુખ માટે બિમલ જાની, સેક્રેટરી પદ પર નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી માટે જયેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર પદના ઉમેદવાર પ્રગતિ માકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત સભ્ય નિશાબેન લુણાગરિયા મિનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય, કારોબારી સભ્ય પદે સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, હસમુખ સાગઠીયા, કલ્પેશ સાકરીયાએ નામાંકન પત્રો ભરી ચૂંટણી કમીશ્નર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આ તકે આરબીએ પેનલના ટેકેદાર દિલીપ પટેલ અને પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરાએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટ બેન્ચની ચળવળ તેમજ સફળ સેમીનાર કરીને રાજકોટ બાર એસોસિએશન અને વકીલો માટે ઘણા કામો કર્યા છે આરબીએ પેનલને વોટ આપી જંગી મતદાન કરી ચુંટી કાઢવા વકીલોને અનુરોધ કર્યો હતો.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, મહિલા ભાજપ અગ્રણી ભાવનાબેન જોશીપુરા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય હિતેશભાઈ દવે, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, રેવન્યું બારના પ્રમુખ આર.ટી. કથીરીયા, રેલ્વે બારના પ્રમુખ સંજયભાઈ વ્યાસ, એમએસીપી બારના પ્રમુખ ગોપાલ ત્રિવેદી, લેબર બારના પ્રમુખ સુનીલભાઈ વાઢેર, વોઈસ ઓફ લોયર્સ અને લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, નોટરી એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, રાજકોટ ડીસ્ટ્રીકટ બારના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્યો વિમલ ડાંગર, વીરેન વ્યાસ, ધર્મેશ સખીયા, પૂર્વ પ્રમુખ અને કાયમી પ્રમુખનું બિરુદ ધરાવનાર ટી.બી. ગોંડલિયા, સીનીયર એડવોકેટ ગીરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુક્લ, જી.આર.ઠાકર, એ.ડી. વ્યાસ, જે.વી. ગાંગાણી, મનીષ ખખ્ખર, રાજેશ મહેતા, વિકાસ શેઠ, યોગેશ ઉદાણી, કેતન દવે, આર.ડી. ગોહિલ, કિશન વાલવા, મુનીસ સોનપાલ, પંકજ દોંગા, દિલીપ મહેતા, અતુલ જોષી, પરાગ શાહ, હરેશ પરસોંડા, વિશાલ ગોસાઈ, કપીલ શુક્લ, બીનલબેન રવેશીયા, ધારાબેન મુળસા, રાજવી દોંગા, લક્ષ્મીબેન જાદવ, પ્રતિક્ષા પાઘડાર, શિવાની પ્રજાપતિ, કાજલ ખાસમાણી, ભૂમિ મહેતા, માયા રાજયગુરુ, દેવુબેન બાંભવા, વૈશાલી ચાવડા, બીનીતા ખાંટ, દક્ષા બોખાણી, અંજુબેન ચૌહાણ, દર્શનાબેન નાયર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.