રાજકોટ એસ્ટ્રોન ફાટક મેન્ટેનન્સ માટે ત્રણ દી’ બંધ
04:20 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટ ડિવિઝન હેઠળ આવતા રાજકોટ- ભક્તિનગર સેકશનમાં આવેલ રેલવે ક્રોસીંગ નં.8 એસ્ટ્રોન ફાટક પર મેન્ટેનન્સની કામગીરી થનાર છે ત્યારે આ ફાટક ત્રણ દિવસ બંધ રહેનાર હોવાનું રેલવે વિભાગ દ્વારા જણાવાયું છે.
શહેરના ધમધમતા વિસ્તારના આ એસ્ટ્રોન ફાટક બંધ રહેવાથી ટ્રાફિક સમસ્યાઓ વધશે. વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવી પડશે. પોતાના વાહનો ડાયવર્ઝન કરેલા રસ્તા પરથી ચલાવવા પડશે.
રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં આવેલ રેલવે ક્રોસિંગ નં. 8 એટલે કે એસ્ટ્રોન ફાટક 13.12.2024 ના રોજ સવારે 10.00 વાગ્યાથી 15.12.2024 ના રોજ 20.00 વાગ્યા સુધી મેન્ટેનન્સના કામ માટે 3 દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, રોડ ટ્રાફિકને રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં આવેલા એસ્ટ્રોન નાલા (અંડર બ્રિજ) માંથી ડાયવર્ટ કરવામાં આવશે. તેમ રેલવે વિભાગની યાદીમાં જણાવાયું છે.
Advertisement
Advertisement