For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ એ.જી.કચેરીના આસિ. ઓડિટ ઓફિસર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

05:17 PM Feb 27, 2024 IST | Bhumika
રાજકોટ એ જી કચેરીના આસિ  ઓડિટ ઓફિસર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

રાજકોટનાં રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ એકાઉન્ટ જનરલની કચેરીમાં આસીસ્ટન્ટ ઓડીટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારીએ મહેસાણા ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને મેડીકલ ઓફિસરનું ઓડીટ કરવા ગયા હતાં ત્યારે સરકારી કર્મચારીઓની નાની નાની ભૂલો નહીં કાઢવા અને હેરાન નહીં કરવા 65 હજારની લાંચ માંગી હતી જે પેટે 30 હજારની લાંચ સ્વિકારતાં એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લઈ વિશેષ તપાસ હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્રનાં અધિકારીએ એ.સી.બી.માં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટની એકાઉન્ટ જનરલ ઓફિસમાં આસીસ્ટન્ટ ઓડીટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં લખનસિંગ ગીરધારીલાલ મીણાનું નામ આપ્યું છે.

Advertisement

રાજકોટની એકાઉન્ટ જનરલ ઓફિસમાં આસીસ્ટન્ટ ઓડીટ ઓફિસમાં ફરજ બજાવતાં આરોપીને મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્રની કચેરીનું ઓડીટ આપવામાં આવ્યું હતું. જે ઓડીટ દરમિયાન જિલ્લા ક્ષય કેન્દ્ર અને મેડીકલ ઓફિસરની નાની નાની ભુલો નહીં કાઢવા માટે અને ઓડીટ પુરૂ કરવા માટે તેમજ હેરાન નહીં કરવા 65 હજારની લાંચ માંગી હતી. જે રકજકના અંતે 30 હજાર આપવાના નક્કી થયા હતાં. જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

એસીબી દ્વારા ફરિયાદના આધારે મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્રની કચેરીમાં આવેલ મેડીકલ ઓફિસરની ચેમ્બરમાં છટકુ ગોઠવી 30 હજારની લાંચ લેવા આવેલ રાજકોટ એ.જી.ઓફિસના આસીસ્ટન્ટ ઓડીટ ઓફિસર લખનસિંગને રંગે હાથ ઝડપી લીધા હતાં. આ કામગીરી મહેસાણા એ.સી.બી.ના પીઆઈ એસ.ડી.ચાવડાએ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement